દિવસમાં કેટલા કલાક બેસવું, ઉભા રહેવું, સૂવું અને કસરત કરવી

દિવસમાં કેટલા કલાક બેસવું, ઉભા રહેવું, સૂવું અને કસરત કરવી
દિવસમાં કેટલા કલાક બેસવું, ઉભા રહેવું, સૂવું અને કસરત કરવી

ઓસ્‍ટ્રેલિયાની એક યુનિવર્સિટીમાં થયેલા રિસર્ચમાં જાણવા મળ્‍યું છે કે શ્રેષ્ઠ આરોગ્‍ય માટે રોજ ૪.૨ કલાકની શારીરિક પ્રવૃત્તિ અને ૮.૨ કલાકની ઊંઘ એકદમ જરૂરી છે. જો રોજ આ રૂટીન જાળવવામાં આવે તો શરીર એકદમ ફિટ રહેશે. રોજ ચારેક કલાકની શારીરિક પ્રવૃત્તિમાં જેનો સમાવેશ કરવામાં આવ્‍યો છે એમાં ઘરમાં રસોઈ બનાવવા જેવાં હળવાં કામ, હળવી કસરત અને વાઙ્ઘકિંગ તથા જિમમાં વર્કઆઉટનો સમાવેશ છે. રોજિંદા રૂટીનમાં છ કલાક બેસવાનું અને ૫.૧ કલાક ઊભા રહેવાનું પણ જણાવવામાં આવ્‍યું છે. આ અભ્‍યાસમાં ફાળવાયેલા ચોક્કસ સમયની ગણતરી કરીએ તો દિવસની દસેક મિનિટનો હિસાબ નથી મળતો, પણ વિવિધ પ્રવૃત્તિઓના ટ્રાન્‍ઝિશનમાં આટલો સમય તો ક્‍યાંય પણ ચાલી જાય એવું બને.

સ્‍વિનબર્ન યુનિવર્સિટી ઓફ ટેક્‍નોલોજીની ઇન્‍ટરનેશનલ રિસર્ચ ટીમે કુલ ૨૦૦૦ લોકોના રોજના રૂટીનનો અભ્‍યાસ કર્યા બાદ ઉપરોક્‍ત તારણ કાઢ્‍યું હતું. આ લોકો દિવસમાં કેટલા કલાક બેસી રહે છે, કેટલા કલાક ઊભા રહે છે અને કેટલા કલાક સૂઈ જાય છે એ તમામ ચીજોની સ્‍ટડી કરી હતી અને એના આધારે શ્રેષ્ઠ આરોગ્‍ય માટેનાં પરિણામો જાહેર કરાયાં હતાં.