દિલ્હીમાં વિક એન્ડ કર્ફ્યુ લાગુ : ગુજરાતમાં ક્યારે ??

દિલ્હી
દિલ્હી

શુક્રવારે રાતે 10 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં લાગુ કરવામાં આવશે

દિલ્હીમાં 5 સપ્તાહમાં 25 ગણા કેસ વધ્યા, મોલ-જિમ-બજારો- ખાનગી ઓફિસો બંધ

Subscribe Saurashtra Kranti here

દિલ્હીની હોસ્પિટલોમાં બેડની અછત, ઓક્સિજન સિલિન્ડર પણ નથી મળતાં : ગુજરાતમાં પણ એવી જ
કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે અંતે કડક નિર્ણય કરવો પડ્યો છે. તેમણે ગુરુવારે નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસકોન્ફરન્સ કરીને આ વિશે જાહેરાત કરી છે. જોકે વિકએન્ડ કર્ફ્યુમાં પણ જરૂરી સેવાઓ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં દિલ્હીની જેમ જ કેસોમાં વધારો થતો જાય છે.

હોસ્પિટલમાં બેડની પણ અછત ઉભી થઇ છે. અને ઓકિસજન સિલીન્ડર માટે પણ ફાફાં મારવા પડે છે. ત્યારે ગુજરાતમાં લોકડાઉન કે વિકએન્ડકફ્યું જેવા પગલા કેમ ભરવામાં આવી નથી રહ્યા તે વિષયે પણ ચર્ચાએ ચડ્યો છે. વીકએન્ડ કર્ફ્યુ શુક્રવારે રાતે 10 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં લાગુ કરવામાં આવશે. વીકએન્ડ કર્ફ્યુ વિશે અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે, જરૂરી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. જેમની લગ્નની તારીખ નક્કી છે તેમને પાસ આપવામાં આવશે. મોલ, જિમ, સ્પા, બજાર અને અન્ય દુકાનો બંધ રાખવામાં આવશે. સિનેમા હોલ 30 ટકા ક્ષમતાથી ચાલુ રાખવામા આવશે.

વિકએન્ડમાં વિસ્તાર પ્રમાણે એક બજાર ખુલ્લુ રાખવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે, પાંચ દિવસ લોકો કામ કરે પરંતુ વિકએન્ડમાં ઘરે રહેવાનો પ્રયત્ન કરે. જો કોઈને હોસ્પિટલ જવું હોય તો એરપોર્ટ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જવું હશે તો તે લોકોને છૂટ આપવામાં આવશે. પરંતુ તે માટે પાસ લેવો પડશે. દેશના પાટનગર દિલ્હીમાં કોરોનાના કારણે હાહાકાર શરૂ થઈ ગયો છે.

દિલ્હિની હોસ્પિટલોમાં બેડ્સની અછત છે અને ઓક્સિજન સિલિન્ડર પણ નથી મળી રહ્યા. બીજી સ્મશાન ઘાટની બહાર પણ અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ મહાસંકટ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વચ્ચે એક મહત્વની બેઠક થઈ હતી. નોંધનીય છે કે, દિલ્હીમાં હાલ પહેલેથી જ નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. જ્યાં વધારે કેસ છે ત્યાં ક્ધટેન્ટમેન્ટ ઝોન પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.

Read About Weather here

આટલા પ્રતિબંધો પછી પણ કેસ ઓછા નથી થઈરહ્યા. બુધવારે રાજ્યમાં 17,282 લોકોને કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 9,952 લોકો સ્વસ્થ થયા અને 104 લોકો મૃત્યુ પામ્યા. અહીં સુધીમાં 7.67 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 7.05 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 11,540 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીં 50,736 દર્દી સારવાર લઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here