દિપક બાહુકીયા પર બનેવી અને તેના ભાઇનો છરીથી હુમલો

દિપક બાહુકીયા પર બનેવી અને તેના ભાઇનો છરીથી હુમલો
દિપક બાહુકીયા પર બનેવી અને તેના ભાઇનો છરીથી હુમલો

નાના મવા રોડ પર અક્ષર માર્ગ પાસે ગોૈતમનગર-૪માં રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં દિપક દિનેશભાઇ બાહુકીયા (ઉ.વ.૨૫)ને રાતે બારેક વાગ્‍યે ઘર પાસે હતો ત્‍યારે તેના બનેવી મયુર સનુરા અને બનેવીના ભાઇ અલ્‍પેશ સનુરાએ ઝઘડો કરી છરીથી હુમલો કરી ઘા મારી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. દિપકે જણાવ્‍યું હતું કે ૯મીએ મારા દિકરાનો જન્‍મ દિવસ હોઇ મારી બહેન ચેતનાબેન અને તેની દિકરી મારા ઘરે આવ્‍યા હતાં. બર્થડેની ઉજવણી માટે મારી બહેન અને ભાણેજ બ્‍યુટી પાર્લરમાં તૈયાર થવા ગઇ હતી. આ વાતની જાણ બનેવી મયુરને થઇ જતાં તેણે ઝઘડો કર્યો હોઇ ત્‍યારથી મારી બહેન અને ભાણેજ મારા ઘરે જ હતી. આ બાબતનો ખાર રાખી બનેવી અને તેના ભાઇએ રાતે મારા ઘરે આવી ઝઘડો કરી ગાળો દઇ છરીથી હુમલો કરી દીધો હતો. માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ એ. જે. કાનગડે ગુનો દાખલ કર્યો હતો