દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી…!

દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી…!
દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી…!
ગઈકાલે સોમવારે જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં ભારે પવન ફૂંકાયો હતો. હવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. તો આજે મંગળવારના રોજ વહેલી સવારથી વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે.વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને ધોધમાર વરસાદને પગલે લોકોને આંશિક રાહત મળી છે.
વલસાડ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો

Visit Saurashtra Kranti Homepage here

જિલ્લાના ખેડૂતોને કેરીના પાકમાં નુકશાનની ભીતિ

જો કે આ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને પગલે જિલ્લાના ખેડૂતોને કેરીના પાકમાં નુકશાનની ભીતિ સતાવી રહી છે. ત્યારે ધોધમાર વરસાદને લઈને શહેરના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું.આજે મંગળવારે વહેલી સવારે નોકરી ધંધા પર નીકળેલા લોકો પણ અચાનક વરસાદ પડતાં ભીંજાયા હતા. ત્યારે નોંધનીય છે કે આજરોજ સવારથી જ વલસાડ જિલ્લામાં વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઇ રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી…! પ્રિ-મોન્સૂન

Read About Weather here

વહેલી સવારે નોકરી ધંધા પર નીકળેલા લોકો પણ અચાનક વરસાદ પડતાં ભીંજાયા

વલસાડ શહેરમાં ગઈકાલે સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેમાં શહેરમાં ગઈકાલે વહેલી સવારે 4 વાગ્યે ભારે પવન ફૂંકાયો હતો. જેને લઈ RPF ગ્રાઉન્ડ આગળ આવેલા એક ઝાડની મહાકાય ડાળી તૂટી ગઈ હતી. જેથી વીજ પ્રવાહ ખોરવાતાં આજુબાજુના વિસ્તારમાં અંધકાર છવાયો હતો. ત્યારે ઝાડ નીચે પસાર થતી વીજ લાઈન ઉપર ડાળી પડતા આજુબાજુના 4 વીજ પોલ અસરગ્રસ્ત બન્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here