તો ભારતમાં અમારી સેવા બંધ કરવાની ફરજ પડશે : વોટસએપની ચેતવણી

તો ભારતમાં અમારી સેવા બંધ કરવાની ફરજ પડશે : વોટસએપની ચેતવણી
તો ભારતમાં અમારી સેવા બંધ કરવાની ફરજ પડશે : વોટસએપની ચેતવણી

આઇટી એકટ-2021માં ભારતમાં વોટસએપ  સહિતની સોશ્યલ મીડિયા અને મેસેજીંગ કંપનીઓને આવરી લેવાય છે અને તેમાં વોટસએપના જે મેસેજ એન્ડ ટુ એન્ડ  એનક્રિપ્શન એટલે કે સંદેશ મોકલનાર અને સંદેશ મેળવનાર બે જ વ્યકિત તે મેસેજના કન્ટેનની માહિતી મેળવી શકે છે તથા વોટસએપ ખુદ તે મેસેજ વાંચી શકતું નથી તેવી ગુપ્તતા સાથેના આ પ્લેટફોર્મ પર આઇટી એકટના અમલથી તેના મેસેજને ટ્રેસ કરવાની અને તેને મોકલનારની ઓળખ પણ નિશ્ચિત કરવાની રહે છે.

પરંતુ ભારત સહિત વિશ્વમાં એનક્રિપ્શનના મુદે કોઇ પણ સમાધાન નહીં કરવા વોટસએપે લીધેલા નિર્ણય સામે હવે પડકાર સર્જાયો છે. વોટસએપે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ આ અંગેની સુનાવણી દરમ્યાન જણાવ્યું હતું કે એક પ્લેટફોર્મની રીતે કામ કરીએ છીએ અને અમને જો એનક્રિપ્શન તોડવાનું કહેવામાં આવશે તો અમે અમારી સેવા બંધ કરવાની ફરજ પડશે.

વોટસએપની પેરેન્ટ કંપની મેટા વતી હાઇકોર્ટ સમક્ષ રજુ થયેલા ધારાશાસ્ત્રીએ ડિવિઝન બેન્ચને જણાવ્યું કે આઇટી એકટની આ જોગવાઇથી એનક્રિપ્શન નબળુ બનશે. મેટાના ધારાશાસ્ત્રી દ્વારા આ બાબતમાં દેશના સંવિધાનમાં લોકોને જો ગુપ્તતાનો અધિકાર અપાયો છે તેને પણ આગળ ધર્યો હતો. વોટસએપના ધારાશાસ્ત્રીએ દલીલ કરી હતી વિશ્વના કોઇ દેશોમાં આ પ્રકારનો કાનુન નથી.

બ્રાઝીલમાં પણ નથી અમે એક પૂરી ચેન રાખીએ છીએ અને તેમાં અમને પણ (વોટસએપ પ્લેટફોર્મ)ને પણ એ ખબર હોતી નથી કે કોઇ મેસેજ કોણે કોને મોકલ્યો છે અને તે સંદેશાને ડિક્રીપ્ટ કરવાનો અર્થ એમ છે કે અમારે  રોજના લાખો સંદેશાઓને સ્ટોર કરવા પડશે અને તેમાં પણ તે મુળ મોકલનારને શોધવાનું પણ અત્યંત મુશ્કેલ છે.