તેલંગણામાં કોરોના રસીની ડિલિવરી માટે હવે થશે ડ્રોનનો ઉપયોગ

કોરોના રસીની ડિલિવરી ડ્રોનનો ઉપયોગ
કોરોના રસીની ડિલિવરી ડ્રોનનો ઉપયોગ

ભારતને કોરોનાવાયરસ ચેપની બીજી લહેરનો સામનો કરવો પડી રહૃાો છે

હાલના સમયમાં ટેકનોલોજી આપણા માટે વરદાન સાબિત થઈ રહી છે. આટલુ જ નહીં આ સમયે જ્યારે દેશમાં કોરોનાની બીજી લહેર લોકોને ખરાબ રીતે પોતાની ઝપેટમાં લઈ રહી છે ત્યારે એક આવી જ ટેકનિકનો ઉપયોગ કરીને કોવિડ રસીકરણ હેઠળ કોવિડ રસી પહોંચાડવા માટે આ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવશે.જેનું નામ છે ડ્રોન.

Subscribe Saurashtra Kranti here

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શુક્રવારે તેલંગાણા સરકારને કોવિડ રસીના પ્રાયોગિક વિતરણ માટે ડ્રોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. મંત્રાલયના નિવેદનમાં તે જાણી શકાયું નથી કે કઈ ખાસ રસી આ પ્રાયોગિક ડિલિવરીનો ભાગ હશે. ટ્વિટર પર મંત્રાલયે કહૃાું કે, વિમાનની દ્રષ્ટી સીમાની અંદર ડ્રોનનો ઉપયોગ કરીને વેક્સિનની એક્સપરિમેંટલ ડિલિવરી કરવા માટે માનવરહિત વિમાન પ્રણાલી (UAS) નિયમ ૨૦૨૧થી તેલંગાણા સરકારને સશર્ત છૂટ આપવામાં આવી છે.

Read About Weather here

આ છૂટ એક વર્ષના સમયગાળા માટે અથવા પછીના ઓર્ડર સુધી માન્ય રહેશે. ૨૨ એપ્રિલના રોજ, મંત્રાલયે ભારતીય તબીબી સંશોધન પરિષદને કોવિડ -૧૯ રસી પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરવા માટે શક્યતા અભ્યાસ કરવા મંજૂરી આપી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે કહૃાું કે, દેશના ૧૫ કરોડથી વધુ લોકોને કોવિડ-૧૯ રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. ભારતને કોરોનાવાયરસ ચેપની બીજી લહેરનો સામનો કરવો પડી રહૃાો છે, કેમ કે ઘણા રાજ્યોની હોસ્પિટલો તબીબી ઓક્સિજન અને બેડના અભાવથી પીડાઈ રહી છે.

કોવિડ-૧૯ રસીકરણનો ત્રીજો તબક્કો શનિવારે શરૂ થવા જઈ રહૃાો છે. તેના માટે ૧૮થી વધુ ઉમરના લોકોનુ રજિસ્ટ્રેશન બુધવારથી શરૂ થઈ ગયુ છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ચેપ નોંધાયા છે. છેલ્લા એક દિવસમાં ૩,૭૯,૨૫૭ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૩,૪૯૮ લોકોનાં મોત નીપજ્યાં છે. આ અત્યાર સુધીની સર્વોચ્ચ આંકડો છે મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ કેસ આવી રહૃાા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here