તારક મહેતા બીજા લગ્ન કરશે…!

તારક મહેતા બીજા લગ્ન કરશે…!
તારક મહેતા બીજા લગ્ન કરશે…!
‘ઇ ટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે, મહેમાનોને લગ્નનું આમંત્રણ આપી દેવામાં આવ્યું છે. પરિવારે હજી સુધી સચિન કઈ યુવતી સાથે લગ્ન કરવાનો છે એ વાત સિક્રેટ રાખી છે. સચિનનો પરિવાર થોડો જુનવાણી છે અને તે ઈચ્છે છે કે લગ્ન શાંતિથી પૂરા થઈ જાય સૂત્રોના મતે, આ એરેન્જ મેરેજ છે.

Visit Saurashtra Kranti Homepage here

સચિન શ્રોફની ભાવિ પત્ની ગ્લેમર ઇન્ડસ્ટ્રીની નથી. તે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર તરીકે પાર્ટટાઇમ જોબ કરે છે. આ ઉપરાંત તે ઇન્ટીરિયર-ડિઝાઇનર છે. તે સચિનની બહેનની ખાસ ફ્રેન્ડ છે. જોકે ગયા મહિને જ સચિનના પરિવારે તેને સેટલ થવાનું સૂચન કર્યું હતું અને બહેનની આ ફ્રેન્ડ બતાવી હતી. સચિન તથા તે યુવતી પહેલી નજરમાં પ્રેમમાં પડ્યાં નહોતાં. સચિને પરિવારની વાતને ગંભીરતાથી વિચારી અને પછી બંને એકબીજાને મળ્યાં હતાં. થોડો સમય વાતચીત કર્યા બાદ લગ્નનું ફાઇનલ કર્યું હતું.વર્કફ્રન્ટની વાત કરીએ તો સચિને ટીવી, ફિલ્મ તથા ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કર્યું છે.

Read Saurashtra Kranti E-Paper here

સચિન ડિરેક્ટર પ્રકાશ ઝાની સિરીઝ ‘આશ્રમ’માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તે ‘ડબલ XL’માં હુમા કુરૈશી ને સોનાક્ષી સિંહા સાથે જોવા મળ્યો હતો. ‘ગુમ હૈ કિસી કે પ્યાર મૈં’માં તેણે રાજીવનું પાત્ર ભજવ્યું હતું. સચિને આ પહેલાં ટીવી-એક્ટ્રેસ જુહી પરમાર સાથે જયપુરમાં 2009માં રોયલ વેડિંગ કર્યા હતા. લગ્નના 9 વર્ષ બાદ બંને જાન્યુઆરી, 2018માં અલગ થયાં હતાં. તેમને દીકરી સમાયરા છે. દીકરીની કસ્ટડી જુહી પરમાર પાસે છે. જુહી પરમાર સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’ને કારણે લોકપ્રિય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here