“આ લોરેન્સ બિશ્નોઈનું ઘર છે ?”

ડ્રાઈવરે પૂછયુું "આ લોરેન્સ બિશ્નોઈનું ઘર છે ?"
ડ્રાઈવરે પૂછયુું "આ લોરેન્સ બિશ્નોઈનું ઘર છે ?"

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનને ધમકી અને ઘર આગળ ફાયરિંગની ઘટના બાદ પોલીસ ચોકી ગઇ છે. મુંબઈ પોલીસ હવે એલર્ટ પર છે. જોકે પોલીસે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાંથી કુખ્યાત ગેંગસ્ટર લોરન્સ બિશ્નોઈના નામે કેબ બુક કરનાર આરોપીની ધરપકડ કરી છે.

બોલીવુડના સુપરસ્ટાર એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના પછી પણ હુમલાખોરો દ્વારા હજુ પણ ભય ફેલાવાઇ રહ્યો છે. મુંબઇમાં શુક્રવારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે બુક કરાયેલી કેબ ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચી ત્યારે હડકંપ મચ્યો હતો.

ચોકીદારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કેબ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો અને બુકિંગની માહિતી એકઠી કરી અને પછી તેને યુપીથી કેબ બુક કરનાર આરોપીની ધરપકડ કરી છે.

મુંબઇ પોલીસ આ ઘટના પછી ફરી ચોકી ગઇ છે. અને સુપરસ્ટારને મળેલી ધમકી અને ફાયરિંગની ઘટના પછી એલર્ટ બની છે. 

ગેંગસ્ટરના નામે ઓલા કેબનું બુકિંગ : 
વાસ્તવમાં આરોપી યુવકે એપ દ્વારા જાણિતા હિરો સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટથી બાંદ્રા પોલીસ સ્ટેશન જવા માટે લોરેન્સ બિશ્નોઈના નામથી ઓલા કેબ બુક કરાવી હતી. જ્યારે ઓલા ડ્રાઈવર કાર લઈને સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યો અને ત્યાંના ચોકીદારને બુકિંગ વિશે પૂછયું કે શું અહીંયા લોરેન્સ બિશનોઈ રહે છે…તો ચોકીદાર ચોંકી ગયો અને તેણે તરત જ બાંદ્રા પોલીસ ને જાણ કરી હતી.

પોલીસની ટીમ તરત જ ગેલેક્સી પહોંચી અને મુંબઈની બાંદ્રા પોલીસે ઓલા કેબના ડ્રાઈવરની પૂછપરછ કરી હતી. ત્યારબાદ જ્યારે તેની પાસેથી ઓનલાઈન બુકિંગ કરનાર વ્યક્તિ વિશે માહિતી લેવામાં આવી તો જાણવા મળ્યું કે ઓલા કેબ બુક કરાવનાર વ્યક્તિ મુંબઈનો નહીં, પરંતુ યુપીના ગાઝિયાબાદ જિલ્લાનો છે. જેની ઓળખ 20 વર્ષીય રોહિત ત્યાગી તરીકે થઈ હતી. તે 20 વર્ષનો છે અને અભ્યાસ કરી રહ્યો છે. આરોપી વિદ્યાર્થીઓ હોવાનું જણાય છે.