ટોચના છ બંગાળી અધિકારીઓને સીબીઆઇ-ઇડીનું તેડું

    BANGAL-ED-CBI-બંગાળ
    BANGAL-ED-CBI-બંગાળ

    Subscribe Saurashtra Kranti here.

    બંગાળમાં હદ વટાવતી રાજકીય કિન્નાખોરી, ટીએમસી લાલધુમ

    કેન્દ્ર સરકાર સત્તાનો બેફામ દુરઉપયોગ કરી રહી છે : તૃણમુલ કોંગ્રેસ

    પશ્ર્ચિમ બંગાળ વિધાન સભાની ચૂંટણીઓમાં જેમ જેમ પ્રચાર ગરમી આવતી જાય છે તેમ તેમ કેન્દ્ર અને મમતા સરકાર વચ્ચેનો સંઘર્ષ પણ વધુને વધુ ઉગ્રતા ધારણ કરી રહયો છે. રાજકીય કિન્નાખોરીના દ્રષ્ટાત રૂપ વધુ એક પગલામાં સીબીઆઇ અને ઇડી દ્વારા બંગાળના છ સરકારી અધિકારીઓને પુછપરછ માટે તેડુ મોકલવામાં આવ્યું છે. પરીણામે ખળભળાટ મચી ગયો છે. તૃણમુલ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, કેન્દ્ર સરકાર સત્તાનો બેફામ દુરઉપયોગ કરી રહી છે તેનું આ સ્પષ્ટ ઉદાહરણ છે.

    ત્રણ અલગ-અલગ કેસમાં પુછપરછ માટે રાજયના અધિકારીઓને ઇડી અને સીબીઆઇએ તેડુ મોકલયુ છે. સારદા કેસ, મેટ્રો ડેરી શેર ટ્રાન્ફર અને ડીસ્ક ઇન્વેસ્ટ મેન્ટ કેસ તથા ગેરકાયદે કોલસા અને ખનીજ ખોદ કામ કેસમાં આ અધિકારીઓની પુછપરછ કરાશે એ માટે નવેસરથી નોટીસો મોકલવામાં આવી છે. રાજયના સુરક્ષા સલાહકાર સુરજીતકાર પુરકાયસ્ત, અધિક મુખ્ય સચિવ બી.પી.ગોપાલીકા, મુખ્યમંત્રી દફતરના પ્રીન્સીપાલ સેક્રેટરી ગૌતમ શાન્યાલ, જીએસટીના કમીશ્નર અરૂણ પ્રસાદ, કોલકત્તાના અધિક પોલીસ કમિશ્નર લક્ષમી નારાયણ મીણાને તેડુ મોકલાયું છે.

    અગાઉ સીબીઆઇએ અને ઇડીના અધિકારીઓએ શાસક તૃણમુલ કોંગ્રેસના ઉમેદવારો વિવેક ગૃપ્તા તથા મદન મીત્રાની સારદા કેસમાં પુછપરછ કરી હતી. જયારે એનઆઇએ દ્વારા બીજા એક ટીએમસી ઉમેદવાર ઇમાની દિશવાસની પુછપરછ પણ કરવામાં આવી હતી. એક રેલ્વે સ્ટેશન પર ધડાકાના કેસમાં ઇમાનીની પુછપરછ થઇ હતી.

    Read About Weather here

    મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ આકરી ટકોર કરી છે કે, કેન્દ્રીય એજન્સીઓ બંગાળમાં એકા એક ધાવો બોલાવી રહી છે અને એ રીતે રાજકીય કિન્નાખોરી દર્શાવતી પ્રવૃતિઓને ફરી શરૂ કરી દેવામાં આવી છે. આ મોદી અને શાહનું ભેજુ છે. તેઓ આવી પ્રવૃતિઓ પાછળ વ્યાજબી કારણ આપવાની પણ તસ્દી લેતા નથી.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here