ટેસ્લાનો પ્લાંટ મેળવવા ગુજરાત સાથે હરિફાઈમાં ઉતરતું તામિલનાડુ

ટેસ્લાનો પ્લાંટ મેળવવા ગુજરાત સાથે હરિફાઈમાં ઉતરતું તામિલનાડુ
ટેસ્લાનો પ્લાંટ મેળવવા ગુજરાત સાથે હરિફાઈમાં ઉતરતું તામિલનાડુ

આગામી તા.22ના રોજ ટેસ્લા કંપનીના વડા અને જાણીતા ઉદ્યોગપતિ એલન મસ્ક આવી રહ્યા છે અને તેઓ ભારતમાં ટેસ્લાનો ઉત્પાદન પ્લાંટ સ્થાપવા મુદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજવાના છે. તે વચ્ચે હવે આ અત્યંત પ્રતિષ્ઠિત પ્લાંટ મેળવવા ગુજરાત, તામિલનાડુ, મહારાષ્ટ્ર વચ્ચે સ્પર્ધા શરુ થઈ છે.

તામિલનાડુએ ચેન્નઈને ભારતના ડેટ્રોઈટ તરીકે ગણાવતા કહ્યું કે ટેસ્લાનો પ્લાંટ મેળવવા રાજય સરકાર મસ્કને શ્રેષ્ઠ ઓફર કરશે. ટેસ્લાના અધિકારીઓની ટીમ ભારત આવી છે અને તેમાં સંભવિત સ્થળ અંગે પ્રયાસ કરી રહી છે.

ગુજરાત સરકારે પણ ટેસ્લાનો પ્લાંટ મેળવવા માટે તૈયારી કરી છે. ચેન્નઈમાં નિશાન મોટર્સ, રેનોલ્ટ, હુંડાઈ અને બીએમડબલ્યુ એ-જીના ઉત્પાદન પ્લાંટ ધરાવે છે અને અહી ઓટો સ્પેર યુનિટ પણ મોટી સંખ્યામાં આવેલ છે.