ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી સાથે ત્રણ શખ્સોની છેતરપીંડી

 ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી સાથે ત્રણ શખ્સોની છેતરપીંડી
 ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી સાથે ત્રણ શખ્સોની છેતરપીંડી

ગોપાલ ચોક પાસે રહેતાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી યજ્ઞરાજસિંહ બસિયાની નવ લાખની આર્ટિગા કાર લક્કી ઠકર સહિતના શખ્સોએ લગ્નમાં કાર લઈ જવાનું કહીં કાર લઈ ગયાં બાદ કાર પરત ન આપી છેતરપીંડી આચરતાં યુનિવર્સિટી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે ગોપાલ ચોક પાસે ભીડભંજન સોસાયટી શેરી નં.4 માં રહેતાં યજ્ઞરાજસિંહ નનકુભાઇ બસીયા (ઉ.વ.33) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે લક્કી ઠકર (રહે.કેવડાવાડી), દિવ્યરાજસિંહ ઇન્દુભા ઝાલા (રહે.વિષ્ણુવિહાર) અને સંજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (રહે. લક્ષ્મીવાડી શેરી, કેનાલ રોડ) નું નામ આપતાં યુનિવર્સિટી પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ સુર્યદિપ  નામે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામનો વ્યવસાય કરે છે.  હાલ તેમની પાસે તેઓની અને મિત્ર સર્કલની દસેક  કાર છે, જે ભાડે આપી વ્યવસાય કરે છે.ગઇ તા.19/01 ના તેમના ઘરે તેમનો મિત્ર લક્કી ઠક્કર, દિવ્યરાજસિંહ ઝાલા આવેલ અને લક્કીએ વાત કરેલ કે, મારે ચાર દિવસ માટે એક કાર લગ્નમાં મહેમાનને તેડવા મુકવા જોઇએ છે. દિવ્યરાજસિંહ બપોર પછી આવશે તેને કાર આપજો તેમ કહેતા હા પાડેલ અને તે બંને જતા રહેલ હતા. બાદમાં તે જ દિવસે બપોર બાદ દિવ્યરાજસિંહ આવેલ અને લક્કી ઠક્કરના કહેવા મુજબ ફરિયાદીની અર્ટીગા  કાર ચાર દિવસ માટે આપેલ હતી અને મિત્રતાના નાતે કોઇ લખાણ કરાવેલ નથી કે કોઇ ભાડુ નક્કી કરેલ ન હતું. 

ત્યારબાદ તેઓ દિલ્લી ગયેલ અને દસ-બાર દિવસ પછી લક્કી ઠક્કરનો કોન્ટેક કરેલ પણ ફોન બંધ આવતો હતો. ત્યારબાદ લક્કી ભુતખાના ચોક પાસે રૂબરૂ મળેલ ત્યારે લક્કીને કાર બાબતે પુછતા તેણે  કહેલ કે, મે તમારી અર્ટીગા કાર ગીરવે મુકી દિધેલ છે અને સાંજના મારે પૈસા આવવાના છે, હું તમારી ગાડી છોડાવીને આપી જઈશ. સાંજ સુધી લક્કી ઠક્કર ગાડી દેવા આવેલ નહિ અને તે ગાડીમાં જીપીએસ સીસ્ટમ ચાલુ હોય જેથી તેના લોકેશન ઉપર ગયેલ તો કેનાલ રોડ ઉપર લક્ષ્મીવાડી શેરી નં.7/16, ના ખુણે રહેતા સંજયસિંહ ઝાલાના ઘરે લોકેશન આવતુ હતુ. જેથી તેના ઘરે ગયેલ ત્યારે ત્યાં અર્ટીગા કાર ત્યાં પડેલ હતી. સંજયસિંહ તેના ઘરે હાજર ન હતા અને તેમના પત્ની પાસેથી  સંજયસિંહનો નંબર મેળવી ફોન કરતા કહેલ કે, તમારી ગાડી મારી પાસે મારા ઘરે જ પડી છે. તમારે જયારે જોઇતી હશે ત્યારે મળી જશે હું હાલ બહાર છું. 

બે દિવસ બાદ સંજયસિંહને ફોન કરતા તેઓએ જણાવેલ કે, તમારી ગાડી લક્કી ઠકકર તથા દિવ્યરાજ મને આપી ગયેલ છે અને મે તમારી ગાડીના બદલામા બંનેને બે લાખ રૂપીયા આપેલ છે.  તમે મને એક લાખ આપો એટલે તમારી ગાડી આપી દઉ, જેથી તેને ના પાડેલ અને ત્યારબાદ સંજયસિંહએ તેના ઘરે રાખેલ ગાડીનુ જીપીએસ કાઢી નાખેલ હતું. ગઈ તા.23/02 ના ગાડીનુ છેલ્લુ લોકેશન ભરૂડી ટોલનાકે આવેલ હતુ. ત્યારબાદ સંજયસિંહના ઘરે તપાસ કરતા ગાડી ત્યા જોવામા આવેલ નહી અને મારી ગાડી તેઓએ સગેવગે કરી નાખેલ હતી.  જેથી ત્રણેય શખ્સોએ રૂ.9 લાખની કાર સગેવગે કરી છેતરપીંડી આચરી હતી.