ટીવીના રિમોટ માટે ઝઘડતા સંતાનોને ઠપકો આપતા 19 વર્ષીય તેજલ ઓડેદરાનો ઝેરી દવા પી આપઘાત

ટીવીના રિમોટ માટે ઝઘડતા સંતાનોને ઠપકો આપતા 19 વર્ષીય તેજલ ઓડેદરાનો ઝેરી દવા પી આપઘાત
ટીવીના રિમોટ માટે ઝઘડતા સંતાનોને ઠપકો આપતા 19 વર્ષીય તેજલ ઓડેદરાનો ઝેરી દવા પી આપઘાત

પોરબંદરના બિલેશ્વરમાં ટીવીના રિમોટ માટે ઝઘડતા સંતાનોને ઠપકો આપતા 19 વર્ષીય તેજલ ઓડેદરાએ ઝેરી દવા પી લીધી હતી, જામનગર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

મળતી વિગત મુજબ, તેજલ ભરતભાઈ ઓડેદરા (ઉ.વ. 19, રહે. બિલેશ્વર, જિ. પોરબંદરએ ગત તા.5ને શુક્રવારે પોતાના ઘરે ખડમાં બાળવાની ઝેરી દવા લીધી હતી. તેણીને જામનગર સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટના ઓમનગર ચોકમાં આવેલ મેડિસિન હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાંથી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ.

અહીં સારવાર દરમિયાન આજે વહેલી સવારે 6 વાગ્યે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી પૂછપરછ કરતા જાણવા મળેલ કે, તેજલ પાંચ બેન એક ભાઈમાં વચેટ હતી. ધો.10 સુધી ભણ્યા પછી સ્કૂલ છોડી દીધી હતી.

બનાવના દિવસે પરિવાર ખેતી કામ કરી ઘરે આવ્યો ત્યારે ટીવીનું રિમોર્ટ કોણ રાખે તે બાબતે સંતાનો વચ્ચે ઝઘડો થયો. દેકારો સાંભળી માતાએ બાળકોને ઠપકો આપ્યો હતો. એ ઠપકાથી તેજલને લાગી આવ્યું હતું. તેણીએ પોતાના ઘરમાં જ ઝેરી દવા પી લીધી હતી. સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો છે.