ઝિમ્બાબ્વેના પ્રવાસમાં યુવા શુભમન ગીલને T20નો કપ્તાન બનાવાયો

ઝિમ્બાબ્વેના પ્રવાસમાં યુવા શુભમન ગીલને T20નો કપ્તાન બનાવાયો
ઝિમ્બાબ્વેના પ્રવાસમાં યુવા શુભમન ગીલને T20નો કપ્તાન બનાવાયો

6 જુલાઇથી ઝીમ્બાબ્વેમાં શરૂ થઇ રહેલા ટી-20 સીરીઝના પ્રવાસ માટે ભારતીય ટીમમાંથી સીનીયર્સને આરામ આપવામાં આવ્યો છે અને યુવા શુભમન ગીલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બીસીસીઆઇની પસંદગી સમિતિએ આ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ જેવા વરિષ્ઠ ખેલાડીઓને આ પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે.

ઝિમ્બાબ્વેના પ્રવાસમાં યુવા શુભમન ગીલને T20નો કપ્તાન બનાવાયો શુભમન ગીલ

જ્યારે શુભમન ગીલને કેપ્ટનશીપ આપવામાં આવી છે. ટી-20 વર્લ્ડ કપ 2024ની મુખ્ય ટીમમાં સામેલ 15માંથી 13 ખેલાડીઓને આ પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે. આ પ્રવાસ માટે વિશ્વ કપ ટીમમાંથી માત્ર યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસનની પસંદગી કરવામાં આવી છે.શુભમન ગિલ, અવેશ ખાન, રિંકુ સિંહ અને ખલીલ અહેમદને ટી-20 વર્લ્ડ કપ માટે પ્રવાસી અનામત તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તેઓ મુખ્ય ટીમનો ભાગ ન હતા. ગિલ, રિંકુ, અવેશ અને ખલીલને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

ઝિમ્બાબ્વેના પ્રવાસમાં યુવા શુભમન ગીલને T20નો કપ્તાન બનાવાયો શુભમન ગીલ

આઇપીએલ-2024 સિઝનમાં ધમાકેદાર દેખાવ કરનારા ખેલાડીઓને આ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં અભિષેક શર્મા, રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી જેવા નામ સામેલ છે. પરાગે આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે કમાલ કરી હતી.શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતીશ રેડ્ડી, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર અને તુષાર દેશપાંડે.

ઝિમ્બાબ્વેના પ્રવાસમાં યુવા શુભમન ગીલને T20નો કપ્તાન બનાવાયો શુભમન ગીલ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here