જોન અબ્રાહમે ચાહકને જન્મદિવસ પર હજારો રુપિયાની ગિફટ આપી 

જોન અબ્રાહમે ચાહકને જન્મદિવસ પર હજારો રુપિયાની ગિફટ આપી 
જોન અબ્રાહમે ચાહકને જન્મદિવસ પર હજારો રુપિયાની ગિફટ આપી 

અભિનેતા જોન અબ્રાહમે પોતાના એક ચાહકને તેના જન્મદિવસ પર એક શાનદાર ગિફટ આપી છે. જોને ઓફિસમાં એક ચાહકને તેના જન્મદિવસ પર કેક કટ કરી હજારો રુપિયાની ગિફટ આપી છે.

જોન અબ્રાહમને કોઈ ઓળખની હવે જરુર નથી. તે બોલિવુડનો મોસ્ટ પોપ્યુલર અભિનેતામાંથી એક છે. જોન અબ્રાહમે બોલિવુડમાં પોતાની એક્ટિંગ, ફિટનેસની સાથે સાથે ચાહકોનું પણ દિલ જીતી લીધું છે. જોન એક શાનદાર અભિનેતા પણ છે પરંતુ સાથે સાથે તે દિલનો પણ ખુબ સારો વ્યક્તિ છે. જે ચાહકોને ક્યારે પણ નિરાશ કરતો નથી. હાલમાં જોનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે તેના એક ચાહકને તેના જન્મદિવસ પર સરપ્રાઈઝ ગિફટ આપી રહ્યો છે.

જોન અબ્રાહમનો પોતાના ચાહકની સાથે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે લોકોનું દિલ જીતી રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જોન પોતાના ચાહકને તેના જન્મદિવસ પર સરપ્રાઈઝ આપે છે અને ગિફટમાં 22.500 ના રાઈડિંગ શૂઝ પણ આપે છે. જોન અબ્રાહમની આ દરિયાદિલીના ચાહકો ફેન છે. તેના વખાણ પણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર અક્ષય કેદારી નામના એક ફેને કેટલાક વીડિયો અને ફોટો શેર કર્યો છે. અક્ષયે ફોટો અને વીડિયો શેર કરી કહ્યું તેના ફેવરિટ અભિનેતા જોન અબ્રાહમે તેનો દિવસ શાનદાર બનાવ્યો છે અને તેની સાથે જન્મદિવસ પણ સેલિબ્રિટ કર્યો અને સાથે ગિફટમાં 22.500 ના રાઈડિંગ શૂઝ આપ્યા છે.