જૈન પ્રીમિયર લીગ સીઝન 5 નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો ધમાકેદાર પ્રારંભ

જૈન પ્રીમિયર લીગ સીઝન 5 નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો ધમાકેદાર પ્રારંભ
જૈન પ્રીમિયર લીગ સીઝન 5 નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો ધમાકેદાર પ્રારંભ

જૈન સ્પોર્ટસ ઓર્ગેનાઇઝેશન (જેએસઓ) દ્વારા આજ થી 13 એપ્રિલ 2024 સુધી ગ્રીનફિલ્ડ ગ્રાઉન્ડ, આદર્શ માર્બલ, જામનગર રોડ ખાતે જૈન પ્રીમિયર લીગ સીઝન 5 નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો ધમાકેદાર પ્રારંભ થયો છે. જોશ પૂર્વક ખેલાડીઓએ પ્રથમ દિવસે મેચ રમ્યા હતા. સાંજ સમાચારના યુવા એક્ઝિક્યુટિવ કરણભાઈ શાહ, એડવોકેટ દિલેશ શાહ,  પિયુષ શાહ ના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ ત્રણેય મહાનુભાવો એ ફિલ્ડ ઉપર રમી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. 

પ્રથમ દિવસે ગેમ સ્ટિંગર, સુપર જાયન્ટ, લીના રિસોર્ટ વિજેતા થયા હતા. આગામી શનિવારના રોજ થયો છે. જોશ પૂર્વક ખેલાડીઓએ પ્રથમ દિવસે મેચ રમ્યા હતા. સાંજ સમાચારના યુવા એક્ઝિક્યુટિવ કરણભાઈ શાહ, તેમજ તમામ ટીમના ઓનર વચ્ચે મેચ યોજાશે. 

આ પ્રીમિયર લીગ-5- જીવ દયા અને ગરીબ છાત્રો ના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે.આ ટુર્નામેન્ટમાં એક ટીમ ત્રણ-ત્રણ લીગ મેચ રમશે અને બાદમાં સેમી ફાઇનલ અને ફાઇનલ રમાશે. દર વર્ષની માફક આ વર્ષે મીડિયા પાર્ટનર તરીકે ’સાંજ સમાચાર’ સાંધ્ય દૈનિક રહેશે.

ટુર્નામેન્ટના એજયુકેશન પાર્ટનર તપસ્વી સ્કૂલ, ટાઈટલ પાર્ટનર એન્દ્રોમિડા ,પ્રગતિ હોસ્પિટલ, ફિનિક્સ રિસોર્ટ, જૈનમ, પાર્શ્વ ઇવેન્ટ.લીના ભારત રિસોર્ટ લિમિટેડ, રૂપાણી ટી,બી એમ હાયજીન કેર એલ એલ પી, નવકાર ટ્રેડર્સ,દિલેશ જે શાહ એડવોકેટ, સ્વસ્તિક અન્ટરપ્રાઇઝ, રોમિત શાહ, અનિલ ટ્રેડર્સ, રાઇડર્સ કાફે છે. ટુર્નામેન્ટનું આયોજન સફળ બનાવવા ધૈર્યભાઈ પારેખ, ચિંતનભાઈ મહેતા, પ્રતિક ગાંધી, ધવલ ગાંધી, જયદીપ વોરા, ઋષભ કોઠારી, માનસ રૂપાણી, ઉમંગ ગોસાલીયા, ભાવિન મેહતા, વિરલ કોઠારી, મિલકી વોરા, કેયુર ગાંધી, હિમાલય મીઠાની, રવિ સેઠ, હેમલ વોરા, હીત અવલાની સહિતના સભ્ય મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.