જેમ્‍સ બોન્‍ડ સિરીઝની નવી ફિલ્‍મ આવે છે

જેમ્‍સ બોન્‍ડ સિરીઝની નવી ફિલ્‍મ આવે છે
જેમ્‍સ બોન્‍ડ સિરીઝની નવી ફિલ્‍મ આવે છે

જેમ્‍સ બોન્‍ડ નામ સાંભળતા જ તેના ચાહકો ખુશ થઇ જાય છે. જેમ્‍સ બોન્‍ડ ૦૦૭ એક એવા જાસૂસની કથા છે જે ગમે તેવા અઘરા મિશન પાર પાડે છે. જેમ્‍સ બોન્‍ડ સિરીઝની તમામ ફિલ્‍મો સુપરહિટ નિવડી  છે. ખુબ મોટો ચાહકવર્ગ બોન્‍ડની ફિલ્‍મોની સતત રાહ જોતો હોય છે. હવે લાંબા સમય પછી જેમ્‍સ બોન્‍ડ સિરીઝની નવી ફિલ્‍મ આવી છે. જેનું નાનકડુ ટ્રેલર યુ-ટયુબ પર મુકાયુ છે. જેને લાખો લોકો જોઇ ચુક્‍યા છે. જો કે આ એક કન્‍સેપ્‍ટ ટ્રેલર છે. જેને ‘જેમ્‍સ બોન્‍ડ ૨૬ એવુ નામ અપાયું છે. તેરમી એપ્રિલના રોજ કેએચ સ્‍ટુડિયોના યુ-ટયુબ એકાઉન્‍ટે જેમ્‍સ બોન્‍ડ સિરીઝમાં ૨૦૨૧ પછીની પ્રથમ ફિલ્‍મ માટે આ ટ્રેલર મુક્‍યું છે. જેમાં હેનરી કેવીલ, માર્ગોટ રોબી મુખ્‍ય ભુમિકામાં જોવા મળશે