જુનાગઢ યાર્ડમાં કેરીના બે હજાર બોકસની પ્રથમ આવક

જુનાગઢ યાર્ડમાં કેરીના બે હજાર બોકસની પ્રથમ આવક
જુનાગઢ યાર્ડમાં કેરીના બે હજાર બોકસની પ્રથમ આવક

સોરઠની શાન સમાન ફળોની મહારાણી ગણાતી કેસર કેરી આ વર્ષે મોડી બજારમાં આવી છે. ગત વર્ષ માર્ચ માસમાં આવક શરૂ થઈ જવા પામી હતી આ વખતે એપ્રિલના બીજા સપ્તાહમાં આગમન થવા પામ્યું છે. જુનાગઢ યાર્ડમાં ચાર દિવસમાં ઉના પંથકમાંથી કેસર કરી આવી રહી છે. બે હજાર બોકસની આવક થયાનું યાર્ડ દ્વારા જણાવાયું છે.

ગત વર્ષે મબલક પાક થતા આંબાઓ નીચોવાઈ ગયા હતા. આ વર્ષે વાતાવરણ, પ્રતિકુળ ન રહેવા પામ્યું ઠંડી ન પડવાથી સમયસર મોર આંબે આવ્યા ન હતા. જેથી કેરી બજારમાં મોડી આવી છે. માર્ચના બદલે એપ્રિલમાં તે પણ ખુબજ ઓછી આવક થવા પામી છે. ચાર દિવસ પહેલા 5 કિલોના 1450 બોકસ બાદ દરરોજ 300 જેટલા બોકસની આવક શરૂ થઈ છે.

5 કિલો બોકસનો ભાવ રૂા.600થી 1000 બોલાઈ રહ્યો છે. ઉના તથા ગરાળ પંથકમાંથી ખેડુતો કેરી વેચાણ માટે લાવતા રાજકોટ અમદાવાદ વડોદરા સહિતના વેપારીઓ બોકસ લઈ જાય છે.

તાલાલાની કેસર પણ હવે થોડા દિવસોમાં બજારમાં આગમન થઈ જશે. હાલ એક કીલોનો ભાવ રૂા.125થી 200 બોલાઈ રહ્યો છે. આ વર્ષે ઉના પંથકની કેરીની આવક ધમી શરૂ થવા પામી છે ગત વર્ષ કરતા ત્રણ ગણો ભાવ બોલાઈ રહ્યો છે.