જુનાગઢમાં આયુર્વેદિક સીરપના નામે કેફી પીણાનું વેંચાણ કરતા ૩ ઝડપાયાઃ ૫ લાખનો મુદામાલ જપ્‍ત

જુનાગઢમાં આયુર્વેદિક સીરપના નામે કેફી પીણાનું વેંચાણ કરતા ૩ ઝડપાયાઃ ૫ લાખનો મુદામાલ જપ્‍ત
જુનાગઢમાં આયુર્વેદિક સીરપના નામે કેફી પીણાનું વેંચાણ કરતા ૩ ઝડપાયાઃ ૫ લાખનો મુદામાલ જપ્‍ત

આયુર્વેદિક શીરપના નામે કેફી પીણાનું ઉત્‍પાદન કરી તેમાં ઇથાયલ આલ્‍કોહલ તથા આઇશો પ્રોપાઇલ આલ્‍કોહોલની ભેળશેળ કરી લોકો સાથે વિશ્વાસઘાત કરી તેમજ લોકોના સ્‍વાસ્‍થય સાથે ચેડા કરવાના ઇરાદે હર્બલ સીરપના નામે વેચાણ કરતા ત્રણ ઇસમો વિરૂધ્‍ધ વિશ્વાસઘાત છેતરપીંડીઈ વિશ્વાસઘાતનો ગુન્‍હો ક્રાઇમ બ્રાંચ જુનાગઢની ટીમે દાખલ કર્યો છે.

જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનાં માગૃદર્શન હેઠળ કામગીરી કરાઇ હતી. જેમાં પ લાખના મુદામાલ સાથે મુકેશ ઘનશ્‍યામભાઇ બજાજ રહે.જુનાગઢ જોષીપુરા, આંબાવાડી, આશીયાના સોસાયટી બ્‍લોક નં.બી-૨૭, હનુમાન મંદિર પાસે અને આદીલ દાઉદભાઇ મુલ્લા, નાગોરી રહે.જુનાગઢ જુની સીવીલ હોસ્‍પિટલ હેઠળ ફળીયા, અચુભાઇ ઘોડાગાડી વાળાને મકાને પાસેની ધરપકડ કરી છે. લખધીરસિંહ જાડેજા રહે.ભાવનગર સીદસર રોડ કાળીયાબીડની શોધખોળ હાથ ધરી છે.

આ કામગીરી ક્રાઇમ બ્રાંચના પો.ઇન્‍સ. જે.જે. પટેલ પો.સ.ઇ.ડી.કે. ઝાલા, પો.હેડ કોન્‍સ.યશપાલસિંહ જાડેજા, વરજાંગભાઇ બોરીચા વિગેરે પોલીસ સ્‍ટાફે કરેલ છે.