જામનગર શહેર જિલ્લામાં ગઇરાત્રે પોલીસના દારૂ અંગે સાત સ્થળે દરોડા : 7 શખ્સોની અટકાયત, એક ફરાર

જામનગર શહેર જિલ્લામાં ગઇરાત્રે પોલીસના દારૂ અંગે સાત સ્થળે દરોડા : 7 શખ્સોની અટકાયત, એક ફરાર
જામનગર શહેર જિલ્લામાં ગઇરાત્રે પોલીસના દારૂ અંગે સાત સ્થળે દરોડા : 7 શખ્સોની અટકાયત, એક ફરાર

જામનગર શહેર તેમજ જિલ્લામાં ચૂંટણીના માહોલ વચ્ચે પોલીસતંત્ર પણ સતર્ક બન્યું છે અને દારૂ વેચનારા અને પીનારાઓ પર તૂટી પડી છે. ત્યારે ગઈકાલે જામનગર શહેર તેમજ ઠેબા, બેડ, દરેડ અને જામજોધપુરમાં દારૂ અંગેના સાત દરોડાઓ પાડયા હતા અને 28 ઈંગ્લીશ દારૂની બોટલ અને 3 બીયરના ટીન કબ્જે કરી સાત શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે એકને ફરાર જાહેર કરાયો છે.

જામનગરમાં ત્રણ દરવાજા પાસે આવેલ મહેશ્વરીનગરની શેરી નંબર 3માં રહેતો વિરાજ બુધાભાઈ સુરડીયા નામના શખ્સની ગુલાબનગર પાણીના ટાંકા પાસે અટકાયત કરી તેની તલાશી લેતા તેમના કબ્જામાંથી ઈંગ્લીશ દારૂની 20 બોટલ મળી આવી હતી. આથી પોલીસે તેની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ સપ્લાય કરનાર જયેશ પટેલ નામના શખ્સને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત જામનગર નજીકના ધુંવાવ હાઉસિંગ બોર્ડ સામેની ગલીમાં રહેતો ઈરફાન ઈકબાલ રફાઈ નામના શખ્સની એક બોટલ સાથે અટકાયત કરી છે. જ્યારે જામનગર નજીકના મસીતિયા રોડ પર રહેતો રવિસિંહ બહાદુરસિંહ જાડેજા નામના શખ્સની ઠેબા ચોકડી પાસેથી 3 બોટલ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ધરપકડ કરી છે. જ્યારે મોડપર ગામે ખારાવાડી વિસ્તારમાં રહેતો ગોવિંદભાઈ રામભાઈ ચંદ્રાવાડિયા નામના શખ્સની બેડ ટોલ નાકા પાસેથી બિયરના 3 ટીન સાથે અટકાયત કરી છે. ઉપરાંત લાલપુરમાં ધરારનગર ખાતે રહેતો વિજયસિંહ નટુભા રાઠોડ નામના શખ્સની એક બોટલ સાથે અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત જામજોધપુરમાં રહેતો જુગલ લખનભાઈ હુણ નામના શખ્સની દારૂની એક બોટલ સાથે અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત દરેડ વિસ્તારમાં આવેલ રાંદલ માતાજીના મંદિર પાછળ રહેતો દેવીસિંઘ તેનસીંગ ખરવડ નામના શખ્સની એક બોટલ દારૂ સાથે ધરપકડ કરવામાં આવી છે.