જાણો….તમારો મોબાઇલ શું કામ પ્લેનની મુસાફરી વખતે ફલાઇટ મોડમાં નાખવામાં આવે છે!?

જાણો....તમારો મોબાઇલ શું કામ પ્લેનની મુસાફરી વખતે ફલાઇટ મોડમાં નાખવામાં આવે છે!?
જાણો....તમારો મોબાઇલ શું કામ પ્લેનની મુસાફરી વખતે ફલાઇટ મોડમાં નાખવામાં આવે છે!?

નવી દિલ્હી: અત્યારે તમામ મોબાઇલમાં ફોનમાં કંપની દ્વારા એરોપ્લેન મોડ એટલે કે ફલાઇટ મોડ આપવામાં આવે છે.તેની પાછળનું કારણ તેમજ મોબાઇલ શું કામ પ્લેનની મુસાફરી વખતે ફલાઇટ મોડમાં નાખવામાં આવે છે!? તેની પાછળનું કારણ શું છે તે લોકો ખરેખર અજાણ હોય છે. આજના સમયમાં મોટા ભાગના લોકો ટ્રાવેલ માટે એર મોડ યુઝ કરે છે. આ ઝડપ સાથે લોકોને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડે છે. હવાઈ મુસાફરી દરમિયાન સુરક્ષાનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

નાનકડી ભૂલ પણ મોટો અકસ્માત થઈ શકે છે. પ્લેનમાં બેસવા પહેલા સખત સિક્યોરિટી ચેકિંગ થાય છે. તો પ્લેનમાં બેસ્યા બાદ પણ ફ્લાઇટ અટેન્ડેન્ટ ઘણા પ્રિકોશન લેવા કહે છે. તેમાંથી એક છે મોબાઇલમાં ફ્લાઇટ મોડ પર નાખવો. આપણામાંથી મોટા ભાગના લોકોને ખબર છે કે જ્યારે આપણે પ્લેનથી ટ્રાવેલ કરી રહ્યા હોઈએ ત્યારે પોતાના મોબાઈલ ફોનને ફ્લાઇટ મોડમાં નાખવા માટે એર હોસ્ટેસ લોકો વચ્ચે અનાઉન્સમેન્ટ કરે છે પરંતુ ઘણા ઓછા લોકો છે જે આ ઇન્સ્ટ્રક્શનને ફોલો કરે છે.
સિએરા દ્વારા અપલોડ કરવામાં આવેલા વીડિયોને અત્યાર સુધી 18 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.

સિએરાએ જણાવ્યું કે જો તમને અસલી કારણ ખબર પડી જાય કે કેમ મોબાઇલ ફોનને ફ્લાઇટ મોડ પર નાખવો જોઈએ તો તમે ક્યારેક તેને ઇગ્નોર નહીં કરો. તમારા ફોનને ફ્લાઇટ મોડ પર ન કરવાથી વિમાન અકસ્માતના ચાન્સ ખૂબ વધી જાય છે એટલે ફોનને ફ્લાઇટ મોડમાં નાખી દો. તેને એવી રીતે સમજી શકાય છે કે જ્યારે તમારો ફોને પોતાનું સિગ્નલ ગુમાવી દીધું છે તો તે સતત કોઈ ઉપસ્થિત સિગ્નલને શોધે છે. એવામાં પ્લેનમાં પાયલટને તેના હેડફોનમાં ખૂબ જ ડિસ્ટર્બન્સ સંભળાય છે. જે વિમાન ઉડાવવા દરમિયાન નુકસાનદાયક સાબિત થઈ શકે છે.

Read About Weather here

પ્લેનની ઉડાણ દરમિયાન પાયલટ જમીન પર એર ટ્રાફિક ક્ધટ્રોલર સાથે જોડાયેલા હોય છે. જ્યાં વિમાનોમાં તમારા ફોનનું સિગ્નલ લોસ્ટ થઈ જાય છે તો પાયલટ વિશેષ સ્ટ્રોંગ સિગ્નલથી એર ટ્રાફિક ક્ધટ્રોલર સાથે જોડાઈ રહે છે. જો તમે તમારા મોબાઈલને ફ્લાઇટ મોડ પર નહીં નાખો તો પાયલટ અને એર ટ્રાફિક ક્ધટ્રોલર વચ્ચે સિગ્નલમાં ઇન્ટ્રપ્શન આવે છે. સમજી જાઓ કે તમે તમારો ફોન ફ્લાઇટ મોડ પર નથી નાખ્યો અને તેના કારણે પાયલટ કોઈ પણ ઇન્સ્ટ્રક્શન વિના આમ જ પ્લેન ઉડાવી રહ્યો છે તો શું થશે? એટલે તમારો ફોન ઉડાણ દરમિયાન આખો સમય ફ્લાઇટ મોડ પર રાખો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here