‘જય હો’ વિવાદ ગીત મેં ગાયું છે, કમ્પોઝ નથી કર્યું 

‘જય હો’ વિવાદ ગીત મેં ગાયું છે, કમ્પોઝ નથી કર્યું 
‘જય હો’ વિવાદ ગીત મેં ગાયું છે, કમ્પોઝ નથી કર્યું 

જે ગીત માટે એ.આર. રહેમાન અને ગીતકાર ગુલઝારને વિશ્વ પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો તે ગીત ‘જય હો’ને લઈને નવો વિવાદ બહાર આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિદેશી કેટેગરીમાં નોમિનેટ થયેલી ડેની બોયરની ફિલ્મ સ્લમ ડોગનો વિષય ભારતીય હતો પણ ફિલ્મ વિદેશી હતી.

આ ફિલ્મમાં ભારતીય મૂળના હોલિવુડના કલાકારો હતા અને બોલિવુડના અનિલ કપુરની પણ મહત્વની ભૂમિકા હતી. આ ફિલ્મના ગીત-સંગીત માટે ભારતીય ગીતકાર ગુલઝાર અને સંગીતકારને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.

આ ફિલ્મના જાણીતા ગીત ‘જય હો’ને લઈને જાણીતા ફિલ્મ નિર્માતા નિર્દેશક રામગોપાલ વર્માએ સનસનીખેજ દાવો કર્યો છે કે આ ગીત એ.આર. રહેમાને નહીં, પણ ગાયક સુખવિન્દરસિંહે કમ્પોઝ કર્યું છે.

આ ગીત સુખવિન્દર ઉપરાંત રહેમાન, મહાલક્ષ્મી ઐયર, વિજય પારેખે ગાયું છે. રામ ગોપાલ વર્માના દાવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલે સુખવિન્દરસિંહે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે મને પણ રામ ગોપાલ વર્માનો આ વીડિયો મળ્યો છે. તે જે કહી રહ્યા છે તેના બારામાં મારે બિલકુલ પણ કંઈપણ કહી નથી શકતા, સુખવિન્દરે કહ્યું હતું કે આ ગીતના બારામાં મારાથી વધુ હકીકત કોણ જાણતો હશે.

ઉલ્લેખનીય છે કે ‘જય હો’ ગીત સૌ પહેલા રહેમાને સુભાષ ધાઈની ફિલ્મ માટે તૈયાર કર્યું હતું. સુખવિન્દર સિંહે જણાવ્યું હતું કે, ત્યારે સુભાષ ધાઈએ આ ગીત ફિલ્મ માટે એમ કહીને રિજેકટ કયુર્ં હતું કે ફિલ્મનું પાત્ર ટપોરી ટાઈપનું છે, આ ગીત વધુ ડીસન્ટ છે એટલે તે નહીં ચાલે, તેઓ ટપોરી ટાઈપનું ગીત ઈચ્છતા હતા.

સુખવિન્દરસિંહે વધુમાં જણાવ્યું હતું કે, જયારે આ ગીત રિજેકટ થયું ત્યારે સૌના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ હતી. એટલે મેં તરત નિર્ણય લઈને આ ગીત ગાયુ અને તેની એક સીડી ગુલઝાર સાહેબને અને એક સીડી રહેમાન સાહેબને મોકલી, ગુલઝાર સાહેબે તો ગીત સાંભળીને મારું માથુ ચુમી લીધુ હતું.

ત્યારબાદ એક સપ્તાહ બાદ રહેમાનનો મને કોલ આવ્યો ને કહ્યું કે- ‘હેલ્લો હોલિવુડ સિંગર! ‘મેં પૂછયું-હોલિવુડ સિંગર? ત્યારે તેમણે ફોડ પાડયો કે ‘જય હો’ ગીત હોલિવુડ ડાયરેકટરે સિલેકટ કર્યુ છે. સુખવિન્દર કહે છે કે આથી વધુ હું કહી શકું તેમ નથી.

મેં ‘જય હો ગાયું છે, કમ્પોઝ નથી કર્યું , મારાથી વધુ આ મામલે કોણ સાચી હકીકત જાણતું હોય.