છેલ્લા બોલે ગુજરાતનો વિજય: રાજસ્થાનનો વિજયરથ રોક્યો, GT ની ત્રણ વિકેટે જીત

છેલ્લા બોલે ગુજરાતનો વિજય: રાજસ્થાનનો વિજયરથ રોક્યો, GT ની ત્રણ વિકેટે જીત
છેલ્લા બોલે ગુજરાતનો વિજય: રાજસ્થાનનો વિજયરથ રોક્યો, GT ની ત્રણ વિકેટે જીત

ગુજરાત ટાઇટન્સએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024માં તેમની ત્રીજી જીત હાંસલ કરી છે. ટીમે વર્તમાન સિઝનની 24મી મેચમાં રાજસ્થાન રોયલ્સને 3 વિકેટે હરાવ્યું હતું. ગુજરાતે બે મેચ હાર્યા બાદ જીત મેળવી છે.

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બુધવારે ગુજરાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 3 વિકેટે 196 રન બનાવ્યા હતા. ગુજરાતે 197 રનનો ટાર્ગેટ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.

રાહુલ તેવટિયા અને રાશિદ ખાનની જોડીએ છેલ્લા 12 બોલમાં 35 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલે 44 બોલમાં 72 રન બનાવ્યા જ્યારે સાઈ સુદર્શને 29 બોલમાં 35 રનનું યોગદાન આપ્યું. કુલદીપ સેને 3 અને યુઝવેન્દ્ર ચહલે બે વિકેટ ઝડપી હતી.

RR તરફથી રિયાન પરાગે 48 બોલમાં 76 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન સંજુ સેમસન 38 બોલમાં 68 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 78 બોલમાં 130 રનની સદીની ભાગીદારી કરી હતી. યશસ્વી જયસ્વાલ 24 રન બનાવીને આઉટ થયો હતો. ઉમેશ યાદવ, રાશિદ ખાન અને મોહિત શર્માને એક-એક વિકેટ મળી હતી.

19મી ઓવરમાં કુલદીપ સેને જાણે હારવા માટે જ બોલિંગ કરતો હોય તેમ કરી હતી … 
19મી ઓવર નાખવા આવેલા કુલદીપ સેને ચોથી ઓવરમાં 20 રન બનાવ્યા હતા. બે ચોગ્ગા ફટકાર્યા અને 5 વધારાના રન પણ આપ્યા.

…ત્યારે ગુજરાત ટાઇટન્સને 36 બોલમાં 86 રનની જરૂર હતી

 ♦ 15મી ઓવર – 13 રન.
 ♦ 16મી ઓવર – 13 રન.
 ♦ 17મી ઓવર – 17 રન.
 ♦ 18મી ઓવર – 7 રન.
 ♦ 19મી ઓવર – 20 રન.
 ♦ 20મી ઓવર – 17 રન.