ચોરાઉ બાઈક અને કેબલ સાથે એક ઝડપાયો

ચોરાઉ બાઈક અને કેબલ સાથે એક ઝડપાયો
ચોરાઉ બાઈક અને કેબલ સાથે એક ઝડપાયો

મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે મોરબી-જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસેથી શંકાસ્પદ બાઈક અને કોપર કેબલ સાથે નીકળેલા શખ્સને અટકાવી પૂછપરછ કરતા બાઈક ચોરી અને કેબલ ચોરીનો ભેદ ખુલતા પોલીસે આરોપીને અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે મોરબી તાલુકાના રંગપર ગામ પાસે આવેલા સત્યમ વે-બ્રિજ પાસે મોટર સાયકલની ટાંકી પર બાચકુ લઈને પસાર થઈ રહેલા નવઘણ મફાભાઈ મંદુરીયા (ઉં.વ. 24, રહે. ગામ ભગુપુર, તા- ચુડા, જિ. સુરેન્દ્રનગર)ને અટકાવી પૂછપરછ કરી તપાસ કરતાં આ મોટર સાયકલ જીજે-03-એલજે-6450 રાજકોટ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલું હોવાનું જાણવા મળ્યું હતું. સાથે જ બાચકામાં રહેલો કોપર વાયર પણ પાવડીયારી કેનાલ પાસે આવેલા લેમલ કારખાનામાંથી ચોરી કરેલો હોવાનું કબૂલ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે 26 કિલો કોપર વાયર અને મોટર સાયકલ મળી કૂલ 46,900ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે