ચૂંટણી માટે એસટી નિગમ બે હજાર બસોની ફાળવણી કરશે

ચૂંટણી માટે એસટી નિગમ બે હજાર બસોની ફાળવણી કરશે
ચૂંટણી માટે એસટી નિગમ બે હજાર બસોની ફાળવણી કરશે

રાજકોટ સહિત સમગ્ર રાજયમાં આગામી લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જીલ્લા તંત્ર અને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીને લગતી તમામ તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત ગુજરાતમાં તા.7મેના રોજ મતદાન થનાર છે ત્યારે દર વખતની જેમ આ વખતે પણ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીમાં ફરજ બજાવનાર સ્ટાફની બુથ ઉપર અવરજવર માટે એસટીની બસો મોટી સંખ્યામાં રોકી લેવામાં આવનાર છે.

આ અંગેની એસટી વિભાગના સુત્રોમાંથી મળતી વિગત મુજબ સમગ્ર ગુજરાતમાં આગામી તા.6 અને 7ના રોજ ચૂંટણી ફરજ બજાવનાર સ્ટાફને બુથ સુધી મુકવા અને ત્યાંથી લેવા માટે બે હજાર જેટલી એસટી બસો રોકી લેવામાં આવનાર છે. આ બસો મારફતે ચૂંટણી ફરજનો સ્ટાફ બુથ સુધી જશે અને ત્યાંથી પરત આવશે. 

વધુમાં રાજકોટ એસટી વિભાગના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ જીલ્લા કલેકટર તંત્રએ આગામી તા.6 અને 7ના રોજ ચૂંટણી ફરજના કર્મચારીઓની અવર જવર માટે એસટી તંત્ર પાસે 94 બસો ફાળવવાની માંગણી મુકી છે.

રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જે.ડી. કલોત્રાનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે, કલેકટર તંત્રએ ચૂંટણી અંતર્ગત રાજકોટ એસટી તંત્ર પાસે 94 બસો માંગી છે. આ બસોની ફાળવણી તા.6 અને 7 મેનાં રોજ કરી દેવામાં આવશે.