ઘંટેશ્વર પાસે ૪ વાહનો ધડાકાભેર અથડાયા

ઘંટેશ્વર પાસે ૪ વાહનો ધડાકાભેર અથડાયા
ઘંટેશ્વર પાસે ૪ વાહનો ધડાકાભેર અથડાયા

જામનગર રોડ માધાપર નજીક ઘંટેશ્વર પાર્ક પાસે સવારે એક રીક્ષા ચાલકે જમણી બાજુ અચાનક વણાંક લેતા તેની પાછળ જામનગર તરફ જતી એક થાર જીપ ભટકાતા જીપની જમણી બાજુનું આગળનું ટાયર ફાટતા ચાલકે સ્‍ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા જીપની પાછળ આવતી ઇકો અને તેની પાછળ ટાટા ફેગોર કાર અથડાતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં રીક્ષા ચાલકને સામાન્‍ય ઇજા થઇ હતી બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. બાદ કોઇ વ્‍યકિતએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્‍ચાર્જે જાણ કરતા ગાંધીગરામ પોલીસે તાકીદે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. ઇકો અને કારનો આગળનો ભાગમાં નુકસાન થઇ હતી. આ બનાવ અંગે ચારેય વાહન ચાલકો ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચી ફરીયાદ નોંધાવતા તજવીજ હાથ ધરી છે.