ઘંટેશ્વર પાર્ક પાસે ધડાધડ 4 વાહનો અથડાયા : એક વ્યક્તિને ઇજા

ઘંટેશ્વર પાર્ક પાસે ધડાધડ 4 વાહનો અથડાયા : એક વ્યક્તિને ઇજા
ઘંટેશ્વર પાર્ક પાસે ધડાધડ 4 વાહનો અથડાયા : એક વ્યક્તિને ઇજા

 શહેરની ભાગોળે માધાપર ચોકડી નજીક ઘંટેશ્વર પાર્ક પાસે આજે સવારે ધડાધડ 4 વાહનો અથડાયા હતા જેમાં એક વ્યક્તિને ઇજા થઈ હતી.

જાણવા મળ્યા મુજબ, એક રીક્ષા ચાલકે જમણી બાજુ અચાનક વળાંક લેતા પાછળ એક થાર જીપ અથડાઈ હતી અને તેનું ટાયર ફાટતા ચાલકે કાબુ ગુમાવતા જીપની પાછળ આવતી ઇકો કાર અને તેની પાછળ અન્ય એક કાર અથડાઇ હતી.

વાહનોમાં નુકસાન થયું હતું. જ્યારે રીક્ષા ચાલકને સામાન્ય ઇજા થઇ હતી. લોકો એકત્ર થતા કોઈએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા ગાંધીગ્રામ પોલીસની ટીમ દોડી આવી હતી. વાહન ચાલકો મથકે ફરિયાદ નોંધાવવા ગયા હોવાનું જાણવા મળે છે.