ગોંડલમાં છાતીમાં દુ:ખાવા સાથે ઢળી પડેલા યુવાનનો પોલીસમેને જીવ બચાવ્યો

ગોંડલમાં છાતીમાં દુ:ખાવા સાથે ઢળી પડેલા યુવાનનો પોલીસમેને જીવ બચાવ્યો
ગોંડલમાં છાતીમાં દુ:ખાવા સાથે ઢળી પડેલા યુવાનનો પોલીસમેને જીવ બચાવ્યો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. 10 સામાન્ય રીતે ખાખી વર્દીથી લોકો છોછ અનુભવતા હોય છે.પોલીસ શબ્દ સામે નાકનું ટીચકુ ચડતું હોય છે. પરંતુ પોલીસની સમયસુચકતા કોઈની જીંદગી બનતી હોય છે. ગોંડલનાં સ્ટેશન પ્લોટ માં આવેલી ડીવાયએસપી કચેરી માં ફરજ બજાવતા જીતુભાઇ બારોટ નામના પોલીસ કર્મચારી ઓફિસ બહાર ઉભા હતા ત્યારે ત્યાંથી પસાર થતા અજાણ્યા યુવાને ગભરાટ ભરી હાલત માં જીતુભાઇ પાસે પાણીની માંગણી કરી હતી. જીતુભાઇ પાણી લઈ ને આવે તે પહેલા જ આ યુવાન છાતીમાં દુ:ખાવા સાથે ઢળી પડ્યો હતો. પરિસ્થિતિ પામી ગયેલા જીતુભાઇ બારોટે તુરંત સમય સુચકતા દાખવી યુવાન ને સીઆરપી આપી પંપીંગ કરતા થોડીવાર માં યુવાન સ્વસ્થ થતા સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો.આમ પોલીસમેન ની સમય સુચકતા થી યુવાન નો જીવ બચવા પામ્યો હતો. બનાવ અંગે વિડિયો વાયરલ થતા લોકોએ પોલીસ ની કામગીરીને બિરદાવી હતી.