ગેસ રિફલીંગ કરતા ૩૬ બાટલા સાથે ઝડપાયો

ગેસ રિફલીંગ કરતા ૩૬ બાટલા સાથે ઝડપાયો
ગેસ રિફલીંગ કરતા ૩૬ બાટલા સાથે ઝડપાયો

શહેરમા રામેશ્વરનગર, નવજીવન સોસાયટીમાં મજકુર અજયસિંહ મહોબતસિંહ જાડેજા રહે. રામેશ્વરનગર, માટેલચોક, નવજીવન સોસાયટી, ગુલાબસિહ ના મકાનમાં જામનગર વાળાના કબ્‍જાના મકાન માંથી ઇન્‍ડેન તથા ભારતગેસ કંપનીના નાના મોટા બાટલા નંગ-૩૬ કિ.રૂ. ૬૧,૦૦૦/- તથા ગેસ રીફીલીંગની નોજલ, છકડો રીક્ષા મળી કુલ રૂ. ૧,૬૧,૦૦૦/- નો મુદામાલ બિલ આધાર વગરનો મળી આવતા શક પડતી મિલ્‍કત તરીકે કબ્‍જે કરી કાર્યવાહી કરેલ છે. મજકુરની ગેસ રીફીલીંગ બાબતે પુછપરછ કરતા ગુલાબસિંહ ભીખુભા જાડેજા ના કહેવાથી ગેસ રીફીલીંગ કરતો હોવાનુ જણાવેલ હતું.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્‍લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, હરદીપભાઇ બારડ, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્‍પેશભાઇ મૈયડ, ધમેન્‍દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્‍દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.