ગેરકાયદે પેટ્રોલિયમની હેરાફેરીનો પર્દાફાશ: રૂા.31.60 લાખનાં મુદ્દામાલ સાથે એક ઝબ્બે

ગેરકાયદે પેટ્રોલિયમની હેરાફેરીનો પર્દાફાશ: રૂા.31.60 લાખનાં મુદ્દામાલ સાથે એક ઝબ્બે
ગેરકાયદે પેટ્રોલિયમની હેરાફેરીનો પર્દાફાશ: રૂા.31.60 લાખનાં મુદ્દામાલ સાથે એક ઝબ્બે

મોરબી-જેતપર રોડ લાર્સન સીરામીકમાંથી અનઅધિકૃત પેટ્રોલીયમ પ્રવાહી મળી આવતા પોલીસે 16,500 લીટર પેટ્રોલીયમ પ્રવાહી જેની કિંમત 11,55,000 તથા અન્ય મુદામાલ મળી કુલ 31,60,500 નો મુદામાલ કબજે કરેલ છે.

મોરબી જીલ્લા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી. પંડયાની સુચના મુજબ સ્ટાફ કામ કરે છે અને ચંદુભાઇ કાણોતરા, ઇશ્વરભાઇ કલોતરા, ભરતભાઇ જીલરીયા તથા દશરથસિંહ પરમારને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી-જેતપર રોડ બેલા ગામ પાસે આવેલ લાર્સન સીરામીક કારખાના અંદર અમુક ઇસમો ટ્રક ટેંકર નંબર- જીજે 39 ટી 5238 માંથી બોલેરો પીકઅપ ટેંકર નં-GJ 6 AZ7597 વાળામાં ગે.કા. અનઅધિકૃત રીતે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભળતા ભેળસેળ યુકત જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો કાઢી હેરાફેરી કરે છે. 

જે હકીકત આધારે લાર્સન સીરામીકમાં રેઇડ કરતા મહેશભાઇ ઉર્ફે ભગવાનજીભાઇ અરજણભાઇ દેત્રોજા 42 રહે. ન્યુ ચંદ્રેશ સોસાયટી પંચાસર રોડ મુનનગર ચોક મોરબી મુળ ગામ કુંભારીયા તાલુકો માળીયા વાળાના કબજામાંથી બીલ આધાર પુરાવા વગરનું પેટ્રોલીયમ પ્રવાહી મળી આવતા પોલીસે 16,500 લીટર પેટ્રોલીયમ પ્રવાહી જેની કિંમત 11,55,000 તથા અન્ય મુદામાલ મળી કુલ 31,60,500 નો મુદામાલ કબજે કરેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.