ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર બસમાંથી 12 કિલો ચાંદી પકડાઈ

ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર બસમાંથી 12 કિલો ચાંદી પકડાઈ
ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર બસમાંથી 12 કિલો ચાંદી પકડાઈ

ધાનેરા પોલીસ સ્ટાફ દ્વારા નેનાવા ચેકપોસ્ટ ચેકીંગ દરમ્યાન રાજસ્થાન જોધપુર ડેપોની બસમાં ડ્રાઈવર પાસેથી 12 કિલો ચાંદી ઝડપી હતી.ગેરકાયદે ચાંદીની હેરફેર કરવાના મામલે બસ ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી હતી.

જાણવા મળતી વિગત  અનુસાર, સોમવારે ધાનેરા પોલીસ સ્ટાફ નેનાવા ચેકપોસ્ટ પર પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી કે રાજસ્થાનની બસમાં ચાંદી આવી રહી છે. આથી નેનાવા ચેકપોસ્ટ ઉપર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં રાજસ્થાનના જોધપુર ડેપોની બસની ચકાસણી કરતા બસ ડ્રાઈવરની સીટ નજીકથી ચાંદી ભરેલ બેગ મળી આવી હતી.જે બેગ ખોલતા 12 કિલો ચાંદી મળી આવ્યું હતું.ડ્રાઈવરના જણાવાનું જોધપુરના વેપારી ચાંદી ડીસા પહોંચાડવાનું હતું.

તપાસ દરમ્યાન ચાંદીનો જથ્થો શંકાસ્પદ જણાતા ગેરકાયદે ચાંદીની હેરાફેરી કરવા મામલે ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી હતી.