ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની કારોબારી સમિતિની બેઠક મળેલ હતી. જેમાં ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના ટ્રસ્ટી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર તેમજ રાજ્યની મોટાભાગના જીલ્લા પંચાયતના પ્રમુખઓ ઉપસ્થિત રહેલ. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના પ્રમુખ અને અન્ય હોદેદારોની વરણી કરવામાં આવેલ.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં નયનાબેન પટેલ (પ્રમુખ જિલ્લા પંચાયત, ખેડા) ની પ્રમુખ પદે અને ભુપતભાઈ બોદર (પ્રમુખ જિલ્લા પંચાયત, રાજકોટ) ની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ હોદેદારો, સંકલન સમિતિ અને ઝોન વાઈઝ સ્ટીયરીંગ કમિટિની પણ વરણી કરવામાં આવેલી હતી.
રાજકોટ જિલ્લા પંચાયત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે કે, જયાં સૌ પ્રથમવાર કોઈ પ્રમુખની ગુજરાત પ્રદેશ પંચાયત પરીષદના ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરની ઉપપ્રમુખ પદે વરણી થતા રાજકોટ જીલ્લા પંચાયતના હોદેદારો અને સદસ્યઓ, તાલુકા પંચાયતના પ્રમુખઓ, હોદેદારો તથા સદસ્યઓ ગ્રામ પંચાયતના સરપંચઓ, જિલ્લાના પૂર્વ પંચાયતના સર્વે પદાધિકારીઓ અને જિલ્લાના તમામ સહકારી આગેવાનોમાં ખુશીની લહેર છવાયેલ છે.
ઉપપ્રમુખ પદે વરણી બાદ પ્રમુખ ભુપતભાઇ બોદરે જણાવ્યું હતું કે તેઓ ગુજરાતમાં ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ પંચાયત સંસ્થાઓને એકબીજાના નિકટ સંપર્કમાં લાવવા પ્રયત્ન કરશે.
જેથી પરસ્પર સહકારથી તે સુદ્રઢ અને બળવત્તર બને અને લોકશાહી. રાષ્ટ્રીય વિકાસ અને સામાજિક પરિવર્તનનું કાર્યક્ષમ સાધન અને માધ્યમ બની રહે ઉપરાંત સમાન સવાલોના નિરાકરણ માટે સાથે બેસીને વિચાર વિનિમય કરી શકે તેમજ સમાન ધ્યેય માટે આગેકૂચ કરે અને એકબીજાના અનુભવોનો લાભ મેળવે.
Read About Weather here
પ્રમુખ ભુપતભાઇ બોદરે પોતાની આ વરણી બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના ટ્રસ્ટી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, મંત્રી આર.સી.ફળદુ, પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાનો આભાર વ્યક્ત કરેલ હતો.(૧.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here