ગુજરાતમાં હીટવેવના કારણે શાળાઓમાં વેકેશન લંબાવવા માંગ ?

રાજ્ય શાળા સંચાલક મંડળે શાળાઓમાં વેકેશન લંબાવવા માંગ કરી છે. હીટવેવનાં કારણે શાળાઓમાં એક અઠવાડિયું વેકેશન લંબાવવા માંગ કરી હતી. દિવાળી વેકેશન એક અઠવાડિયું ઓછું આપી દિવસો સરભર કરવા માંગ કરવામાં આવી છે.

રાજ્ય શાળા સંચાલક મંડળે શાળાઓમાં વેકેશન લંબાવવા માંગ કરી છે. રાજ્ય શાળા સંચાલક મંડળે સીએમને પત્ર લખી વેકેશન લંબાવવા માંગ કરી છે. હીટવેવનાં કારણે શાળાઓમાં એક અઠવાડિયું વેકેશન લંબવવા માંગ કરવામાં આવી છે. તેમજ 13 જૂનનાં બદલે 20 જૂનથી શાળાઓ શરૂ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. દિવાળી વેકેશન એક અઠવાડિયું ઓછું આપી દિવસો સરભર કરવા માંગ કરી છે.

છેલ્લા 15 દિવસથી ગુજરાતનાં તમામ જીલ્લાઓમાં રેડ અલર્ટ અને યલો અલર્ટથી સૌ કોઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.જેથી તા. 13.06.2024 ને ગુરૂવારનાં બદલે તા. 20.06.2024 સુધી રાજ્યની તમામ જીલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ, કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક શાળાઓ અને સ્વનિર્ભરની તમામ શાળાઓનું ઉનાળું વેકેશન લંબાવવાની તાતી જરૂરીયાત છે.