ગુજરાતમાં ચામડી દઝાડતી ગરમી, કચ્છમાં હીટવેવની આગાહી, જાણો કયા શહેરમાં કેટલું નોંધાયુ તાપમાન

ગુજરાતમાં ચામડી દઝાડતી ગરમી, કચ્છમાં હીટવેવની આગાહી, જાણો કયા શહેરમાં કેટલું નોંધાયુ તાપમાન
ગુજરાતમાં ચામડી દઝાડતી ગરમી, કચ્છમાં હીટવેવની આગાહી, જાણો કયા શહેરમાં કેટલું નોંધાયુ તાપમાન

ગુજરાતમાં ગરમીનો પારો છેલ્લા બે દિવસમાં એકા એક ઉચકાઈ રહ્યો છે. ઉત્તર પશ્ચિમ દિશામાથી નીચલા સ્તરે ફુંકાઈ રહેલા ગરમ પવનને કારણે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભાવનગરમાં સામાન્ય તાપમાન કરતા 2 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે જ્યારે ભુજ, ડીસા, નલિયા,પોરબંદર, રાજકોટમાં સામાન્ય કરતા 3 ડિગ્રી વધુ તાપમાન આજે નોંધાવા પામ્યું છે.

ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાંથી નીચલા સ્તરે વહેતા ગરમ પવનને કારણે ગરમીનો પારો ઉચકાયો છે. રાજ્યના અનેક શહેરોમાં આજે મંગળવારે દિવસનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2થી 3 ડિગ્રી વધુ નોંધાયું છે. હવામાન વિભાગે કચ્છમાં આગામી 3 દિવસ માટે હીટવેવની આગાહી કરી છે. કચ્છના ભુજમાં આજે દિવસનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી વધુ એટલે કે 41.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે નલિયામાં પણ દિવસનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા ત્રણ ડિગ્રી વધુ એટલે કે 37.8 ડિગ્રી નોંધાયું છે.

આજે મંગળવારને 9મી એપ્રિલના રોજ ગુજરાતમાં સૌથી વધુ તાપમાન સૌરાષ્ટ્રના રાજકોટમાં નોંધાયું છે. રાજકોટમાં સામાન્ય કરતા ત્રણ ડિગ્રી વધુ એટલે કે 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી, જામનગરમાં 36.9 ડિગ્રી, ભાવનગરમાં 39.2 ડિગ્રી, અમરેલીમાં 40.8 ડિગ્રી, દ્વારકામાં 30 ડિગ્રી, પોરબંદરમાં 37 ડિગ્રી ગરમી નોંધાઈ છે.

અમદાવાદની વાત કરીએ તો આજે અમદાવાદમાં સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આજે ગરમીનો પારો 40.8 ડિગ્રીએ પહોચી ગયો છે. ગાંધીનગરમાં પણ ગરમીનો પારો 40.5 ડિગ્રી નોંધાયો છે, જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ ગરમી નોંધાઈ છે. વડોદરામાં 40.4 ડિગ્રી, છોટા ઉદેપુરમાં 39.9 ડિગ્રી, ડીસામાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

મધ્ય મહારાષ્ટ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનને કારણે, ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ તમિલનાડુ સુધીના વિસ્તારમાં તુટક તુટક પવન નીચલાસ્તરે વહી રહ્યો છે. જેની અસર હેઠળ આગામી બે દિવસ સુધીમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

દરમિયાન આગામી 12મી એપ્રિલથી ઉત્તર પશ્ચિમ ભાગમાં આકાર પામનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે, હિમાલયના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જમ્મુ-કાશ્મિર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન સુધી વર્તાશે.

  • અમદાવાદ 40.8
  • અમરેલી 40.8
  • વડોદરા 40.4
  • ભાવનગર 39.2
  • ભુજ 41.4
  • છોટા ઉદેપુર 39.9
  • દાહોદ 38.7
  • દમણ 32.4
  • ડાંગ 39.2
  • ડીસા 41.6
  • દ્વારકા 30
  • ગાંધીનગર 40.5
  • જામનગર 36.9
  • કંડલા 35.7
  • નલિયા 37.8
  • નર્મદા 38.7
  • ઓખા 32.3
  • પોરબંદર 37
  • રાજકોટ 42.1
  • સુરત 36.4
  • સુરેન્દ્રનગર 41.3
  • વલસાડ 35.6
  • વેરાવળ 31.3