ગુજરાતનું જીએસટી કલેકશન પણ કરોડને પાર

ગુજરાતનું જીએસટી કલેકશન પણ કરોડને પાર
ગુજરાતનું જીએસટી કલેકશન પણ કરોડને પાર

દેશમાં આ વર્ષે જીએસટી કલેકશને નવો રેકોર્ડ બનાવ્યો છે તેમાં ગુજરાત એ દેશમાં જીએસટી કલેકશનમાં ત્રીજા નંબરે આવ્યુ છે. સ્ટેટ જીએસટી રૂા.7000ને પાર થઈને રૂા.7077 કરોડ નોંધાયુ છે.

જયારે સેન્ટ્રલ જીએસટી સાથે મળીને કુલ 13301 કરોડનું રાજયમાં જીએસટી તથા સેસ સહિતનું કલેકશન નોંધાયુ છે. જયારે પ્રથમ ક્રમે મહારાષ્ટ્રમાં કુલ 37671 કરોડ, બીજા ક્રમે કર્ણાટકમાં રૂા.15978 કરોડ અને ગુજરાતમાં રૂા.13301 કરોડનું કલેકશન નોંધાયુ છે.

આમ ગુજરાતમાં પણ જીએસટીના આગમન બાદ સ્ટેટ જીએસટી કલેકશન પ્રથમ વખત રૂા.7000 કરોડને પાર ગયુ છે અને કુલ રૂા.13301 કરોડ નોંધાયુ છે. જીએસટીનું આ કલેકશનમાં દેશમાં અર્થતંત્ર માટે અત્યંત ઉત્સાહની નિશાની છે અને ગુજરાતમાં યોગદાન પણ મહત્વનું રહ્યું છે.