ગર્ભપાતની સમય સીમામાં મોટો વધારો… (7)

    એનઆરસી-NATIONAL-NRC
    એનઆરસી-NATIONAL-NRC

    Subscribe Saurashtra Kranti here.

    દૃુષ્કર્મ પીડિતા ગર્ભપાત કરાવવામાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવુ પડતુ

    રાજ્યસભામાં ગર્ભવતી મહિલાઓને રાહત પહોંચાડનારુ એક બિલ પાસ કરવામાં આવ્યુ. બિલ હેઠળ ગર્ભપાત કરાવવાની મહત્તમ સીમા વર્તમાન સમય સીમા (૨૦ સપ્તાહ)થી વધારીને ૨૪ સપ્તાહ કરવામાં આવી છે. લોકસભામાં આ બિલ પહેલા જ પાસ કરવામાં આવી ચૂક્યુ છે. બિલ પાસ થયા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ટ્વિટ કરીને કહૃાુ કે, ’આ બિલ મહિલાઓની ગરિમા અને તેમના અધિકારોની રક્ષા કરશે.

    આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ’ધ મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નેન્સી(સુધારા) બિલ ૨૦૨૦’ ને મંગળવારે રાજ્યસભામાં રજૂ કર્યુ જેને ધ્વનિ મતથી પાસ કરવામાં આવ્યુ. બિલ એ પણ સુનિશ્ર્ચિત કરે છે કે મહિલાઓને માનવીય અધિકાર પર સુરક્ષિત અને કાનૂની ગર્ભ-પાત કરાવવા માટે ચિકિત્સકીય સેવાઓ મળે. બિલ પર ચર્ચા કરીને ડૉ. હર્ષવર્ધને રાજ્યસભામાં કહૃાુ કે આ બિલને ઘણા લોકો અને સમૂહો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ તૈયાર કરવામાં આવ્યુ છે. આ બિલ લાંબા સમયથી પેન્ડીંગ હતુ અને તેને ગયા વર્ષે લોકસભામાં પાસ કરવામાં આવી ચૂક્યુ છે. તેમણે કહૃાુ કે આ બિલ મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નેન્સી એક્ટ, ૧૯૭૧માં સુધારાની માંગ કરે છે. આમાં મહિલાઓને વિશેષ પરિસ્થિતિમાં ૨૪ સપ્તાહ સુધી ગર્ભ-પાત કરાવવાની જોગવાઈ છે પરંતુ તે કોઈ વર્ગ વિશેષનુ વર્ણન નથી કરતુ.

    Read About Weather here

    ઉલ્લેખનીય છે કે ગર્ભ-પાત સાથે સંબંધિત વર્તમાન કાયદાના કારણે કોઈ ગંભીર બિમારીથી પીડિત મહિલા કે દૃુષ્કર્મ પીડિતા ગર્ભપાત કરાવવામાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવુ પડતુ હતુ. મહિલાનો ગર્ભ-પાત ગર્ભ ધારણ કર્યાના ૨૦ સપ્તાહ બાદ નહોતો કરી શકાતો. વર્તમાન કાયદા મુજબ જો ગર્ભપાત ૧૨ સપ્તાહની અંદર કરવામાં આવે તો તેના માટે એક ડૉક્ટરની સલાહની જરૂર પડતી હતી અને જો ગર્ભપાત ૧૨થી ૨૦ સપ્તાહમાં કરવામાં આવે તો તેના માટે ૨ ડૉક્ટરોની સલાહની જરૂર પડતી હતી. જ્યારે આ બિલ અનુસાર ગર્ભધારણના ૨૦ સપ્તાહ સુધી ગર્ભપાત કરાવવા માટે ૧ ડૉક્ટરની સલાહની જરૂર પડશે અને અમક શ્રેણીઓમાં મહિલાઓને ૨૦થી ૨૪ સપ્તાહમાં ગર્ભપાત કરાવવા માટે ૨ ડૉક્ટરોની સલાહની જરૂર પડશે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here