ગરમી ફરી વધી: રાજકોટ-અમરેલીમાં 41.5 ડિગ્રી તાપમાનથી લોકો અકળાયા

ગરમી ફરી વધી: રાજકોટ-અમરેલીમાં 41.5 ડિગ્રી તાપમાનથી લોકો અકળાયા
ગરમી ફરી વધી: રાજકોટ-અમરેલીમાં 41.5 ડિગ્રી તાપમાનથી લોકો અકળાયા

રાજકોટ સહિત રાજયનાં વિવિધ શહેરોમાં ફરી તાપમાનનો પારો ઉપર ચડતા ગરમીનું પ્રમાણ વધવા પામ્યુ છે.ગઈકાલે અનેક સ્થળોએ 40 થી 41 ડિગ્રી ઉપર તાપમાન નોંધાવા પામ્યું હતું.રાજકોટ શહેરમાં ગઈકાલે સતત બીજા દિવસે રાજયનું સૌથી વધુ 41.5 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું હતું.તેમજ અમરેલી ખાતે પણ 41.5 ડિગ્રી તાપમાન સાથે આકરા તાપનો અનુભવ થયો હતો.

જયારે, અમદાવાદમાં 40.3, વડોદરામાં 40.2, ભાવનગરમાં 40.2 ભૂજમાં 39.9, ડીસામાં -37.8 દમણમાં 38.8, દિવમાં 40.5, દ્વારકામાં 31.4 ગાંધીનગરમાં 40 ડિગ્રી, તથા નલિયામાં 39.4, ઓખામાં 34.4, પોરબંદરમાં 38.2, સુરતમાં 39.8, તેમજ સુરેન્દ્રનગરમાં 40.7 અને વેરાવળ ખાતે 33.4 ડિગ્રી, મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

જામનગર શહેરમાં સતત બીજા દિવસે મહતમ તાપમાનનો પારો 37.5 ડિગ્રી નોંધાયો હતો.મહતમ તાપમાનમાં વધારાથી બપોરે આકાશમાંથી અગનવર્ષાનો અનુભવ લોકોએ કર્યો હતો. આથી લોકોએ કારણ વગર ઘરની બહાર નીકળવાનું ટાળતા મુખ્યમાર્ગો સુમસામ જેવા મળ્યા હતાં. ગરમીનું વધતા પ્રમાણ વચ્ચે પવનની ગતિ ઘટતા લોકોની મુશ્કેલી બેવડાઇ હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બફારાના કારણે લોકો અકળાઈ ઉઠયા હતાં.

જામનગર શહેરમાં આજે મહતમ તાપમાનનો પારો 37.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 58 ટકા રહ્યું હતું.તો પવનની ગતિ પ્રતિકલાક 7.9 કિમિ નોંધાઇ હતી.આમ 24 કલાકમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણમાં સીધો 25 ટકાનો ધટાડો નોંધાયો હતો.તે રીતે પવનની ગતીમાં ધટાડો 3 કિમિ થયો હતો.

છેલ્લાં બે-ત્રણ દિવસથી ઉનાળાએ આકરો મિજાજ દેખાડતા મહત્તમ તાપમાનમાં સતત વધારો થતા આકારા હું તાપથી બચવા લોકો. ટોપી, – ચશ્માનો સહારો લઈ રહ્યા છે. હજુ પણ બપોરે આકરો તાપ તો – સવારે અને રાત્રીના ઠંડકથી ખુશનુમાં વાતાવરણનો અનુભવ લોકો કરી રહ્યા છે. જામનગરમાં છેલ્લા થોડા દિવસોથી વહેલી સવારે અને રાત્રિના ઠંડક તો બપોરે ગરમીના કારણે મિશ્ર ઋતુનો અનુભવ લોકો કર્યો હતો.

આથી શહેરમાં તાવ, શરદી, ઉધરસનો વાયરલ રોગચાળો વકર્યો હતો. પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી મહત્તમ તાપમાનમાં સતત વધારો થતાં તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ઉનાળાનો મિજાજ રહેશે તે જોવાનું રહ્યું.