ગરમીમાં ઠંડક ભર્યા સમાચાર: વધુ 60 જેટલા રૂટમાં દોડશે ડબલ ડેકર ઈવી એસી બસ

ગરમીમાં ઠંડક ભર્યા સમાચાર: વધુ 60 જેટલા રૂટમાં દોડશે ડબલ ડેકર ઈવી એસી બસ
ગરમીમાં ઠંડક ભર્યા સમાચાર: વધુ 60 જેટલા રૂટમાં દોડશે ડબલ ડેકર ઈવી એસી બસ

અમદાવાદીઓ માટે ગરમીમાં એક ઠંડક ભર્યા સમાચાર સામે આવ્યા છે. હવે શહેરના વધુ 60 જેટલા રુટ પર AC EV ડબલ ડેકર બસ દોડાવવા માટે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવી રહ્યું છે.

હકીકતમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના 2024-25ના બજેટમાં શહેરમાં 7 જેટલી ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ શહેરમાં વાસણાથી ચાંદખેડાના રૂટ પર લગભગ ત્રણ દાયકા બાદ પ્રથમ એસી ડબલ ડેકર બસ દોડતી જોવા મળી હતી. આ રૂટ પર 7 જેટલી ઈલેક્ટ્રિક બસ દોડી રહી છે.

AMTSની બસોમાં હાલ 4.30 લાખ જેટલા મુસાફરો પ્રવાસ કરે છે. જ્યારે આ પ્રવાસીઓની સંખ્યા વધીને આ વર્ષે 6 લાખ સુધી જવાની શક્યતા છે. વાસણા-ચાંદખેડા રુટ ઉપરાંત ગત મહિને જ લાલદરવાજાથી શીલજ, નરોડાથી લાંભા સર્કલ અને સારંગપુરથી સિંગરવા ગામના રુટ મળીને અત્યારે કુલ ચાર રૂટ પર એસી ડબલ ડેકર બસ દોડી રહી છે. હવે આગામી દિવસોમાં શહેરના વધુ 60 રૂટ પર ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે, તો હજારો મુસાફરોને અપ-ડાઉન સમયે ભીડમાંથી મુક્તિ મળશે.

AMTSની ડબલ ડેકર બસમાં કુલ 60 મુસાફરોના બેસવાની ક્ષમતા છે. જેમાં નીચેના ભાગમાં 29 અને ઉપરના ભાગમાં 36 સીટો છે. આટલું જ નહીં, આવી બસોમાં ઉપર અને નીચે બન્ને ભાગમાં મળીને કુલ ચાર જેટલા CCTV કેમેરા પણ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જ્યારે કોઈ ઈમરજન્સી અથવા એનાઉન્સમેન્ટ માટે ડ્રાઈવર પાસે વૉકીટૉકી સેટ રાખવામાં આવ્યો છે.