ગણિતની જેમ અન્‍ય વિષયોમાં સ્‍ટાન્‍ડર્ડ બેઝિક વિકલ્‍પ આપવા માંગ

ગણિતની જેમ અન્‍ય વિષયોમાં સ્‍ટાન્‍ડર્ડ બેઝિક વિકલ્‍પ આપવા માંગ
ગણિતની જેમ અન્‍ય વિષયોમાં સ્‍ટાન્‍ડર્ડ બેઝિક વિકલ્‍પ આપવા માંગ

અખિલ ભારતીય રાષ્‍ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના માધ્‍યમિક, ઉચ્‍ચતર માધ્‍યમિક તેમજ આચાર્ય ગ્રાન્‍ટેડ સંવર્ગે સંયુક્‍ત રૂપે રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અનુસાર આગામી શૈક્ષણિક સત્ર વર્ષ- ૨૦૨૪-૨૫ થી ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ અન્‍વયે આવતી શાળાઓમાં ગુજરાત બોર્ડની શાળાઓમાં ગણિત વિષયની જેમ ભાષા, વિજ્ઞાન સહિત અન્‍ય  વિષયોમાં સ્‍ટાન્‍ડર્ડ અને બેઝિક વિષય વિકલ્‍પ તરીકે દાખલ કરવા તથા આગામી માર્ચ ૨૦૨૫ થી તેનો અમલ કરવા રજૂઆત કરવામાં આવેલ છે.

જે રીતે CBSE માં આગામી શૈક્ષણિક સત્ર થી માધ્‍યમિક શાળાઓમાં બેઝિક ગણિત તેમજ સ્‍ટાન્‍ડર્ડ ગણિતની જેમ બેઝિક ભાષા અને સ્‍ટાન્‍ડર્ડ ભાષાનો વિકલ્‍પ અપાશે. ગુજરાત બોર્ડની શાળાઓમાં પણ NCERT અને CBSE ના પાઠ્‍યપુસ્‍તકો, અભ્‍યાસક્રમ તથા પરીક્ષા પદ્ધતિ મહદ અંશે સ્‍વીકારેલ હોય, ગુજરાતના વિધાર્થીઓના હિતમાં ગુજરાત બોર્ડની શાળાઓમાં બેઝિક ભાષા અને વિજ્ઞાન તથા સ્‍ટાન્‍ડર્ડ ભાષા અને વિજ્ઞાન સહિતના વિષયોના અમલ માટે શિક્ષણ મંત્રી શ્રી (રાજ્‍ય કક્ષા) પફુલભાઈ પાનશેરીયા તેમજ અધ્‍યક્ષ/સચિવ શ્રી, ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ને પણ લેખિતમાં  જીજ્ઞેશભાઈ પટેલ, અધ્‍યક્ષ, આચાર્ય સંવર્ગ, મિતેશભાઈ ભટ્ટ, અધ્‍યક્ષ, ઉ.મા. તેમજ રાજેન્‍દ્રસિંહ રાવલજી, અધ્‍યક્ષ, માધ્‍યમિક ગ્રાન્‍ટેડ સંવર્ગ દ્વારા સંયુક્‍ત રજૂઆત કરાઈ છે, આ રજૂઆતને ક્‍ચ્‍છ જિલ્લા માધ્‍યમિક  ગ્રાન્‍ટેડ સંવર્ગ અધ્‍યક્ષ અલ્‍પેશભાઈ જાની,  મહામંત્રી ધર્મેન્‍દ્રભાઇ પરમાર, સંગઠન મંત્રી હરેશભાઈ ત્રિવેદી, ઉપાધ્‍યક્ષ રૂપેશભાઈ સોલંકી, સુનિલભાઈ મહેશ્વરી, વરિષ્ઠ ઉપાધ્‍યક્ષ ચેતનભાઇ લાખાણી, કોષાધ્‍યક્ષ કીતિઁભાઇ પરમાર, મહિલા મંત્રી ડૉ પૂજાબેન જોષી, મંત્રી નિલેશભાઈ વાઘેલા સમગ્ર કચ્‍છના શિક્ષણ જગત વતી આવકારે છે.