ખેલો-કૂદો; સ્વીમીંગ પુલોમાં 7000 સહિત સ્પોર્ટસ સંકુલોમાં 10500 સભ્યો નોંધાયા

ખેલો-કૂદો; સ્વીમીંગ પુલોમાં 7000 સહિત સ્પોર્ટસ સંકુલોમાં 10500 સભ્યો નોંધાયા
ખેલો-કૂદો; સ્વીમીંગ પુલોમાં 7000 સહિત સ્પોર્ટસ સંકુલોમાં 10500 સભ્યો નોંધાયા

મહાપાલિકાની જુદી જુદી રમત ગમત સુવિધા માટેની ઉનાળુ વેકેશન બેચ એપ્રિલથી જુન સુધીની શરૂ થતા 13 દિવસમાં જ દસ હજારથી વધુ સભ્યો નોંધાઇ ગયા છે. તેમાં સૌથી વધુ સભ્યો મનપાના જુદા જુદા ચાર સ્વીમીંગ પુલોમાં  સાત હજાર જેટલા નોંધાયા છે. તો એક જ જગ્યાએ સૌથી વધુ નોંધણીમાં રપ16 સભ્યો સાથે રેસકોર્સનું સિન્થેટીક એથ્લેટીક ટ્રેક  સૌથી આગળ છે. 

ઉનાળુ વેકેશનમાં સ્વીમીંગ પુલોમાં બાળકો અને મહિલાઓની સંખ્યા વધે છે. તરૂણ કુંડો ભુલકાઓથી ઓવરફલો થઇ ગયા છે. તો સાધુ વાસવાણી રોડના સ્વીમીંગ પુલમાં પણ સાડા પાંચસોથી વધુ મહિલા સભ્યો શીખાઉ અને જાણકાર બેચમાં નોંધાયા છે. 

મ્યુનિ. કોર્પોરેશનની જુદી જુદી સ્પોર્ટસ ફેસીલીટીમાં નવી નોંધણી માટે એપ્રિલથી જુન સુધીની ત્રિમાસિક બેચ ખુલ્લી છે. ત્રિમાસીક સભ્ય પદ માટેની અરજી તા.ર7-3થી શરૂ થઇ છે. ઓનલાઇન થતા રજીસ્ટ્રેશનમાં જુદા જુદા 9 સ્થળોએ 10487 સભ્યો ગઇકાલ સુધીમાં નોંધાયા છે. રેસકોર્સમાં આવેલા સિન્થેટીક એથ્લેટીક ટ્રેકમાં રપ16 સદસ્યોની નોંધણી થઇ ચૂકી છે. આ ટ્રેક દોડવીરો અને વોકીંગ-જોગીંગ કરનારાઓ માટે ફેવરીટ બન્યો છે. 

મનપા હસ્તક પાંચ સ્વીમીંગ પુલ આવેલા છે. આ પૈકી પેડક રોડનો સ્વામી વિવેકાનંદ પુલ હજુ બંધ છે. મેન્ટેનન્સ બાદ હવે તા.1ર-4થી પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની છે. અન્ય પુલોમાં સૌથી વધુ નોંધણી કાલાવડ રોડના મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગારમાં રપ38 થઇ છે. કોઠારીયા રોડના સરદાર વલ્લભભાઇ પટેલ પુલમાં 19રપ અને રેસકોર્સના લોકમાન્ય તિલક સ્નાનાગારમાં 190ર નોંધણી થઇ છે. આ પુલોમાં સભ્યોના ધુબાકા ચાલુ થઇ ગયા છે અને બેચ ફુલ જેવી છે. 
સાધુ વાસવાણી રોડ પર આવેલ મહિલા સ્વીમીંગ પુલ શ્રી જીજાબાઇ સ્નાનાગારમાં પ69 બહેનોએ ત્રિમાસિક બેચ માટે ફોર્મ ભર્યા છે. આમ ઉનાળુ બેચ લગભગ તમામ પુલમાં ફુલ થઇ રહી છે. ચાર પુલમાં કુલ 6934 સભ્યો ગઇકાલ સુધીમાં નોંધાયા હતા. 

અન્ય રમત-ગમત પ્રવૃતિની વાત કરીએ તો રેસકોર્સમાં આવેલા સિન્થેટીક ટેનીસ કોર્ટમાં 40, બાસ્કેટ બોલ કોર્ટમાં 8પ, વોલીબોલ કોર્ટમાં 6 સભ્યો નોંધાયા છે. રેસકોર્સ સહિતના જુદા જુદા જીમમાં 883 સભ્યોએ નોંધણી કરાવી કસરત શરૂ કરી છે અથવા આગળ વધારી છે.  આ રીતે રેસકોર્સના જુદા જુદા સંકુલોમાં બાળકો, મહિલાઓ સહિતના સભ્યો ઉમટયા છે. હજુ આ ઉનાળુ બેચ  બે મહિના સુધી હાઉસફુલ રહે તેવું દર વર્ષના અનુભવ પરથી તંત્રને લાગી રહ્યું છે.