ખેડૂતો ગેલમાં ઠેર ઠેર ઉજવણી અને આતશબાજી…!

ખેડૂતો ગેલમાં ઠેર ઠેર ઉજવણી અને આતશબાજી...!
ખેડૂતો ગેલમાં ઠેર ઠેર ઉજવણી અને આતશબાજી...!

PM મોદીએ ત્રણે કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરે ગુરુપર્વના પ્રસંગે સમગ્ર દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે. આ જાહેરાત થતા જ દિલ્હીની સિંધુ અને ટીકરી બોર્ડર પર છેલ્લા એક વર્ષથી અડ્ડો જમાવીને બેઠેલા ખેડૂતો ખૂશીથી નાચી ઉઠ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉજવણીનો માહોલ છે. ખેડૂત એક-બીજાને ગળે મળીને ખુશી વ્યક્ત કરી રહ્યાં છે. ખેડૂતોએ આને લાંબા સંઘર્ષની જીત ગણાવી. સાથે જ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાની ઈમરજન્સી બેઠક બોલાવી છે.

વડાપ્રધાને શુક્રવારે સવારે રાષ્ટ્રના નામે સંબોધનમાં કહ્યું કે કેન્દ્ર સરકાર ત્રણ નવા કૃષિ કાયદાને સાફ દાનતથી લાવી હતી, જોકે ભરપૂર પ્રયાસ છતા પણ અમે ખેડૂતોને સમજાવી ન શક્યા. આ જાહેરાત સાથે જ ટિકરી બોર્ડર પર ઉજવણી શરૂ થઈ ગઈ.

ખેડૂતો ગેલમાં ઠેર ઠેર ઉજવણી અને આતશબાજી...! ઉજવણી

સામાન્ય રીતે સવારે 9 વાગ્યની આસપાસ બંને બોર્ડર પર ખેડૂતોના મંચ પર હલન-ચલન થાય છે, જોકે કૃષિ કાયદાને પરત લેવાની વાત સાંભળતા જ મોટી સંખ્યામાં ખેડૂતોના મંચ તરફ પહોંચવાની શરૂઆત થઈ.

સિંધુ અને ટિકરી બોર્ડર પર ઘણા કિલોમીટર સુધીના એરિયામાં ખેડૂતોએ ટેન્ટ લગાવ્યા છે. પહેલાની સરખામણીમાં ખેડૂતોની સંખ્યા ખૂબ જ ઓછી છે. ઠંડીની સિઝન શરૂ થતા જ મંચ 10 વાગ્યા પછી જ શણગારવામાં આવે છે. જોકે શુક્રવારે કૃષિ કાયદાને પરત લીધા પછી ખેડૂતોએ પોતાના ટેન્ટમાં ઉજવણી કરવાનું શરૂ કર્યું.

સાથે જ ખેડૂત આંદોલનના સ્થળ પર બનાવવામાં આવેલા મુખ્ય મંચ તરફ વધી રહ્યાં છે. થોડીવાર પછી રોજની જેમ ભાષણ શરૂ થઈ ગયું, જોકે હવે કાયદાને પરત લીધા બાદ અહીં ઉજવણી કરવામાં આવશે.

ગત વર્ષે નવેમ્બરમાં જ પંજાબની ધરતીમાંથી ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં સંઘર્ષ શરૂ થયો હતો. છેલ્લા 10 મહિનાથી ખેડૂતો અને સરકારની વચ્ચે કાયદો પરત લેવાને લઈને કોઈ વાતચીત પણ થઈ નથી, જોકે શુક્રવાર સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર જોગ સંબોધનમાં ત્રણે કૃષિ કાયદાને પરત લેવાની વાત કરીને બંધાને ચોકાવ્યા હતા.

Read About Weather here

 બાદમાં દિલ્હીની સિંધુ અને ટિકરી બોર્ડર પર ખેડૂતોએ ડેરા જમાવ્યો હતો. એક વર્ષથી ગરમી અને ઠંડીની વચ્ચે ખેડૂતો ત્રણે કૃષિ કાયદાને પરત લેવાની માંગ પર અડગ રહ્યાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here