ખેડૂતની પુત્રી દેશને અપાવશે ગોલ્ડ મેડલ

ટોકયો પેરાલિમ્પિકમાં મેડલ વિજેતાને ચેક અર્પણ...!!
ટોકયો પેરાલિમ્પિકમાં મેડલ વિજેતાને ચેક અર્પણ...!!

ખેડૂતની પુત્રી ભાવિના પટેલ પોલિયો હોવા છતાં દેશનું નામ રોશન કરવા જઈ રહી છે. તેમના પિતા કટલરીની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન કરી રહ્યા છે.ટેબલ ટેનિસ માં સેમી ફાઇનલમાં પહોંચીને તેના માતા પિતાને ગર્વ અનુભવ્યો છે. પિતાએ અન્ય પાસેથી નાણાંની મદદ લઈ દીકરીને અભ્યાસ અર્થે અમદાવાદ મોકલી

Visit Saurashtra Kranti Homepage here

ભાવિના પટેલને ટેબલ ટેનિસ રમતા ખેલાડીઓને જોઈ આ સ્પોર્ટ્સમાં કંઈક કરવાની ઇચ્છા જાગી. બંને પગમાં પોલિયો હોવા છતાં મનમાં દ્રઢ નિશ્ચય કરી ટેબલ ટેનિસ શીખી આજ ભારત તરફથી ટોક્યો પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસ રમવા પહોંચી છે.

ખેડૂતની પુત્રી દેશને અપાવશે ગોલ્ડ મેડલ ખેડૂત

ગુજરાતની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ખેડૂતની પુત્રી ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવતા મેડલ નિશ્ચિત કરી લીધો હતો.

મહિલાઓની ક્લાસ 4 કેટેગરીની સિંગલ્સ ઈવેન્ટમાં તેમણે એક જ દિવસમાં પ્રિ-ક્વાર્ટર ફાઈનલ અને ક્વાર્ટર ફાઈનલમાં જીત હાંસલ કરતાં ઈતિહાસ રચી દીધો હતો. સેમિ ફાઈનલમાં પ્રવેશ સાથે તેમનો બ્રોન્ઝ નિશ્ચિત બની ગયો છે.

હવે સેમિ ફાઈનલમાં તે ચીનની ઝાંગ મિએઓ સામે ટકરાશે. 34 વર્ષના ભાવિના પટેલે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં બ્રાઝિલની જોયસ ડી ઓલિવેઈરાને 12-10, 13-11, 11-6થી હરાવીને અંતિમ આઠમાં સ્થાન મેળવ્યું હતુ.

Read About Weather here

આ સાથે પેરા ટેબલ ટેનિસમાં પહેલી વખત કોઈ ભારતીય ખેલાડીએ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જે પછી ક્વાર્ટર ફાઈનલમાં તેમણે વર્લ્ડ રેન્કિંગમાં પાંચમું સ્થાન ધરાવતી સર્બિયાની બોરિસ્લાવા પેરિચ રાન્કોવિચને 11-5, 11-6, 11-7થી માત્ર 18 જ મિનિટમાં પરાસ્ત કરી હતી.

ખેડૂતની પુત્રી અને બંને પગે અપંગ હોવા છતાં ટોક્યો પેરાલિમ્પિક ટેબલ ટેનિસમાં સેમી ફાઇનલમાં પહોંચી દેશનું નામ રોશન કરશે.

ટોક્યો પેરાલિમ્પિક ટેબલ ટેનિસમાં સેમિ ફાઈનલમાં હારનારી બંને ખેલાડીઓને બ્રોન્ઝ મેડલ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમની સેમિ ફાઈનલ આવતીકાલે જ રમવાની છે. ક્લાસ 4 કેટેગરીના એથ્લીટ્સ સંતુલિત રીતે બેસી શકતાં હોય છે અને તેમના હાથ સંપૂર્ણપણે કાર્યક્ષમ હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here