ખલી ભાજપમાં જોડાયા…!

ખલી ભાજપમાં જોડાયા...!
ખલી ભાજપમાં જોડાયા...!
ધ ગ્રેટ ખલીએ કહ્યું કે ‘હું ભાજપમાં જોડાઈને સારું અનુભવી રહ્યો છું.’ તેણે કહ્યું કે ‘ભાગ્યે જ કોઈ દેશ એવો હશે જયાં મેં કુસ્તી ન કરી હોય. રેસલર ધ ગ્રેટ ખલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છે. WWE રેસલર ખલીને દિલ્હીમાં બીજેપીની સદસ્યતા આપવામાં આવી હતી. ખલી હિમાચલ પ્રદેશનો છે. તેમનું સાચું નામ દલીપ સિંહ રાણા છે.

Visit Saurashtra Kranti Homepage here

ભાજપમાં જોડાયા બાદ ખલીએ પીએમ મોદીના વખાણ કર્યા હતા.જો મારે પૈસા કમાવવા હોય તો હું અમેરિકામાં જ રહી જાત, પરંતુ હું ભારત આવ્યો કારણ કે મને દેશ પ્રત્યે પ્રેમ છે. મેં જોયું છે કે મોદીમાં દેશને યોગ્ય વડાપ્રધાન મળ્યા છે. મેં વિચાર્યું કે દેશમાં રહીને હાથ જોડીને દેશને આગળ લઈ જવામાં યોગદાન આપું.’ તેમણે કહ્યું કે તેઓ પીએમ મોદી અને ભાજપની વિચારધારાથી પ્રભાવિત છે.

તેમણે કહ્યું કે ‘ભાજપની નીતિ ભારતને આગળ લઈ જવાની છે, તેનાથી પ્રભાવિત થઈને હું પાર્ટીમાં જોડાયો છું. ભાજપ મને જે પણ ફરજ આપશે, હું તેનું પાલન કરવાનો પ્રયાસ કરીશ.’પાંચ રાજયોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે ધ ગ્રેટ ખલીની એન્ટ્રી ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ૭ ફૂટ ૧ ઇંચ ઊંચા ધ ગ્રેટ ખલીએ WWE ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Read About Weather here

તે ટીવી શો બિગ બોસમાં પણ સ્પર્ધક તરીકે આવ્યો હતો. WWEમાં જતા પહેલાં ખલી પંજાબ પોલીસમાં ASIની પોસ્ટ પર હતો. ગત વર્ષે ખલી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને પણ મળ્યો હતો. પછી અખિલેશ, તેની સાથે શું થયું, તે બહાર આવ્યું નથી,

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here