ક્રુડ તેલ મોંઘુ બનવા લાગ્યું: ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા

ક્રુડ તેલ મોંઘુ બનવા લાગ્યું: ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા
ક્રુડ તેલ મોંઘુ બનવા લાગ્યું: ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા

ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે સર્જાયેલા નવા તનાવ અને અન્ય વૈશ્વિક ભૂ-ભોગોલિક રાજકીય સ્થિતિને કારણે ફરી એક વખત વૈશ્ર્વિક બજારમાં ક્રુડ તેલના ભાવમાં વધારો થવાનું શરુ થયું છે અને ભારતીય બાસ્કેટનું ક્રુડ તેલ 90 ડોલર પ્રતિ બેરલ થતાં હવે દેશમાં પેટ્રોલ-ડીઝલનના ભાવમાં પણ વધારો થવાની ધારણા છે.

જો કે હાલ લોકસભા ચૂંટણી ચાલતી હોવાથી સરકાર તાત્કાલીક પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નહીં કરે હજુ ગત મહિને મોદી સરકારે આ બંને ઇંધણના ભાવમાં પ્રતિ લીટર રૂા.2-2નો ઘટાડો કર્યો હતો પરંતુ છેલ્લા બે સપ્તાહમાં ક્રુડ તેલ ફરી ઉંચુ જવા લાગ્યું છે અને છ માસમાં પ્રથમ વખત 90 ડોલરની સપાટી કુદાવી છે.

જો કે ચૂંટણીના કારણે સરકાર હાલ ભાવ વધારવાની હિંમત નહીં કરે. પેટ્રોલ-ડીઝલના ભાવને જો કે આચાર સંહિતા નડતી નથી અને તે બજાર કિંમત મુજબ જ નિશ્ચિત થઇ છે. પરંતુ રાજકીય કારણોસર સરકાર હાલ ઓઇલ કંપનીઓને દબાણમાં રાખીને ભાવ જાળવી રાખશે. પરંતુ એક વખત ચૂંટણી પુરી થયા બાદ તુર્ત જ ભાવમાં વધારો થાય તેવી શક્યતા છે.