કોહલી T-20 વર્લ્ડ કપની ટીમમાં હોવો જોઈએ : બ્રાયન લારા

કોહલી T-20 વર્લ્ડ કપની ટીમમાં હોવો જોઈએ : બ્રાયન લારા
કોહલી T-20 વર્લ્ડ કપની ટીમમાં હોવો જોઈએ : બ્રાયન લારા

બેંગલુરૂ : વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાએ વિશ્વકપ ટી-20 ટીમમાં વિરાટ કોહલીના સમાવેશનું સમર્થન કર્યું છે. તેણે સોમવારે કહ્યું કે, કોહલીની ઉપયોગીતા તેની સ્ટ્રાઈક રેટથી પણ આગળ વધી ગઈ છે.

કોહલીએ રાજસ્થાન સામે 67 બોલમાં સદી ફટકારી હતી, જે આઈપીએલમાં સંયુક્ત રીતે સૌથી ધીમી સદી હતી. આ પછી તેને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો.

લારાએ કહ્યું, સ્ટ્રાઈક રેટ તમે કઈ જગ્યાએ રમો છો તેના પર નિર્ભર કરે છે. ઓપનરનો 130-140નો સ્ટ્રાઈક રેટ પૂરતો છે. પરંતુ જો તમે મિડલ ઓર્ડરમાં આવો છો તો તે 150-160 હોવો જોઈએ. બેટ્સમેનો છેલ્લી ઓવરોમાં 200ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યા છે.