ગાંધીનગરમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ બનશે : શાહ

કોવિડ હોસ્પિટલ
કોવિડ હોસ્પિટલ

કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ધન્વંતરી કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ નિરીક્ષણ કય

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવનિર્મિત ધન્વતરી કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ મુલાકાત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્ય સચિવ અનિલ મુકીમ સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રીએ મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, હાલ સમગ્ર દેશમાં કોવિડની બીજી લહેર ચાલી રહી છે. આ સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે.

Subscribe Saurashtra Kranti here

ગૃહમંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી કેટલાક અગત્યના નિર્ણયોની જાહેરાત કરી હતી. જેમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આવતીકાલથી ધન્વતરી કોવિડ હોસ્પિટલનો આરંભ થશે.

ડીઆરડીઓ અને ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે નિર્માણ પામેલી આ હોસ્પિટલમાં 950 બેડ હશે, જેમાં 250 આઈસીયુ બેડ હશે. જેમાં તમામ પ્રકારના ટેસ્ટની સુવિધા પણ ઉપ્લબ્ધ હશે. તેમજ ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ટૂંક સમયમાં ટાટા ટ્રસ્ટના સહયોગથી 1200 બેડની હોસ્પિટલ શરુ કરાશે. જેમાં 600 આઈસીયુ બેડ ઉપ્લબ્ધ હશે.

Read About Weather here

ગુજરાતમાં સ્વંયસેવી સંગઠનોની સહાયથી ઠેર-ઠેર આઈસોલેશન સેન્ટર શરુ કરાશે. જેથી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાહત મળે. શહેરમાં કર્ણાવતી ક્લબ, એડીસી બેંક, ગુજરાત સ્ટેટ કો- ઓપરેટિવ બેંક, ઉમિયા પરિવાર ટ્ર્સ્ટ જેવી સ્વૈચ્છીક સંસ્થાઓએ આઈસોલેશન સેન્ટર માટે તૈયારી બતાવી છે. આ આઈસોલેશન સેન્ટરમાં પ્રાથમિક આરોગ્ય સુવિધા, દવાઓ અને આહાર વગેરેની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે.

ગૃહમંત્રીએ તબીબોને અપીલ કરતાં કહ્યું કે, રેમડેસિવર ઈન્જેકશનની જરુર હોય તો જ ઉપયોગ કરવામાં આવે. તેમણે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની ગાઈડલાઈનનું અનુસરણ કરવા માટેની તાકીદ કરી હતી. મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે. કૈલાશનાથન અને અન્ય ઉચ્ચ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here