કોવિડના દર્દીઓમાં ૨૦૦થી બિમારીઓનું જોખમ, સંધિવા પણ સામેલ

કોવિડના દર્દીઓમાં ૨૦૦થી બિમારીઓનું જોખમ, સંધિવા પણ સામેલ
કોવિડના દર્દીઓમાં ૨૦૦થી બિમારીઓનું જોખમ, સંધિવા પણ સામેલ

ઘણા લોકો માટે કોવિડ ૧૯ ખતમ થવો હજુ પણ સપનું છે. કારણ કે કોવિડનું ઇંફેક્‍શન ઠીક થયા બાદ બોડીમાં ઘણા પ્રકારના સંકેત જોવા મળે છે. જેને લોન્‍ગ કોવિડના રૂપમાં ગણવામાં આવે છે.

ધ લેસેન્‍ટના એક રિસર્ચ અનુસાર લોન્‍ગ કોવિડથી ૨૦૦થી વધુ લક્ષણ જોડાયેલા છે. યૂએસ સેન્‍ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્‍ડ પ્રિવેંશન (સીડીસી) ના અનુસાર કેટલાક લક્ષણ વિશેષ રૂપથી લોન્‍ગ કોવિડના સ્‍પષ્ટ સંકેત છે, જેમાં થાક, એક્‍સરસાઇઝ બાદ એનર્જી ઘટવી, જૂની ખાંસી થવી અને સ્‍વાદ જતો રહેવો સામેલ છે.

સીડીસીના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે ૬.૮% અમેરિકનોએ તાજેતરમાં લોન્‍ગ કોવિડના લક્ષણોનો અનુભવ કર્યો છે, જયારે તેમાંથી ૧૭.૬% લોકો કહે છે કે તેઓને કોઈક સમયે લાંબા સમયથી કોવિડ હતો. લોંગ કોવિડના લક્ષણોમાં મુખ્‍યત્‍વે શારીરિક અને માનસિક સમસ્‍યાઓ સાથે સંધિવાનો સમાવેશ થાય છે.

‘ધ એસોસિએશન ઓફ પોસ્‍ટ-કોવિડ-૧૯ કંડીશન સિમ્‍પટમ્‍સ એન્‍ડ એમ્‍પ્‍લોયમેન્‍ટ સ્‍ટેટસ’ નામના એક રિપોર્ટમાં જાણવા મળ્‍યું છે કે લાંબાસમયથી કોવિડથે પીડિત લોકો બેરોજગાર થવાની શક્‍યતા તે લોકો કરતા લગભગ ૧૫ ગણી વધારે છે જેમને ક્‍યારેય કોવિડ ન હતો.

આ રિપોર્ટ ચિંતાજનક છે કારણ કે ભારતમાં પન કોવિડના કેસ મોટી સંખ્‍યામાં સામે આવી રહ્યા છે. એવામાં લોકોને લોન્‍ગ કોવિડ વિશે જાગૃત કરવાની જરૂર છે. જો તમને કોઇ લક્ષણ જોવા મળે છે તો ડોક્‍ટરની સલાહ જરૂર લો અને સ્‍વસ્‍થ્‍ય લાઇફસ્‍ટાઇલ અપનાવો.

આ લક્ષણોને ઇગ્નોર કરશો નહી. થાક, ખાંસી, સ્‍વાદ બદલાઇ જવો, સંવિધા, બેક પેન વગેરે લક્ષણ જોવા મળે તો ડોક્‍ટરની સલાહ લો.  હેલ્‍ધી લાઇફસ્‍ટાઇલ અપનાવો  સ્‍વસ્‍થ્‍ય લાઇફસ્‍ટાઇલ હેલ્‍ધી બોડીની ચાવી છે. એવામાં જરૂરી છે કે સંતુલિત આહાર લો. કસરત કરો સારી ઉંઘ લો અને તણાવ ઓછો કરો.