કોલકતાએ સિઝનમાં બીજી વખત દિલ્હીને હરાવ્યું

કોલકતાએ સિઝનમાં બીજી વખત દિલ્હીને હરાવ્યું
કોલકતાએ સિઝનમાં બીજી વખત દિલ્હીને હરાવ્યું

IPL-2024ની 47મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવ્યું. કોલકતાએ આ સિઝનમાં બીજી વખત દિલ્હીને હરાવ્યું છે. ટીમે 154 રનનો ટાર્ગેટ 16.3 ઓવરમાં 3 વિકેટે મેળવી લીધો હતો.

ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કેપિટલ્સે 20 ઓવરમાં 9 વિકેટે 153 રન બનાવ્યા હતા. ઊંઊંછ તરફથી ફિલ સોલ્ટે 33 બોલમાં 68 રનની ઇનિંગ રમી હતી. તેણે સિઝનમાં તેની ચોથી અર્ધશતક ફટકારી. સુનીલ નારાયણે 15 રન અને રિંકુ સિંહે 11 રનનું યોગદાન આપ્યું હતું. અક્ષર પટેલને 2 વિકેટ મળી હતી.

આ પહેલા ડીસીના કુલદીપ યાદવે 26 બોલમાં અણનમ 35 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન રિષભ પંતે 27 રનનું યોગદાન આપ્યું હતું. વરૂણ ચક્રવર્તીએ 3 જ્યારે વૈભવ અરોરા અને હર્ષિત રાણાને 2-2 વિકેટ મળી હતી. મિચેલ સ્ટાર્ક અને સુનીલ નારાયણને એક-એક વિકેટ મળી હતી. 

કોલકતા ટોપ-2 પર યથાવત, છઠ્ઠી મેચ જીતી: 
આ જીત સાથે કોલકાતાની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ-2 પર યથાવત છે. ટીમના ખાતામાં 9માંથી 6 જીત સાથે 12 પોઈન્ટ છે. બીજી તરફ હાર છતાં દિલ્હી હજુ છઠ્ઠા સ્થાને છે. કેપિટલ પાસે તેમના ખાતામાં 10 પોઈન્ટ છે.