કોરોના ખતમ થઈ ગયો છે અને આપણે માસ્ક પહેરવાની જરુર નથી ??? (13)

    હેન્ડિક્રાફટ-HANDYCRAFT-COMPANY
    હેન્ડિક્રાફટ-HANDYCRAFT-COMPANY

    Subscribe Saurashtra Kranti here.

    લોકોએ કોરોનાની ગાઇડ-લાઇનનું સખ્ત પાલન કરવાની જરુર છે

    રસીકરણ ઓછુ છે એટલે સાવધાની રાખવાની જરૂર છે: ડો.રણદીપ ગુલેરીયા

    દેશમાં કોરોનાએ ફરી એક વખત ઉથલો માર્યો છે અને કોરોનાના દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધવા માંડી છે.

    કરોનાની આફત કેમ ફરી દેશ પર ઉભી થઈ છે તેના સવાલના જવાબમાં એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહૃાુ હતુ કે, કોરનાની રસી કોરના સામે લડવાનુ એક હથિયાર છે પણ તેનો પ્રભાવ ત્યારે જ જોવા મળશે જ્યારે વધારે ને વધારે લોકોને કરાનાની રસી મુકવામાં આવશે. હાલમાં વેક્સીન મુકાઈ રહી છે તેવા લોકોની સંખ્યા ઓછી છે અને એટલે જ સાવધાની વરતવાની જરુર છે.

    એક વાતચીતમાં ડો.ગુલેરિયાએ કહૃાુ હતુ કે, લોકોએ હવે એવુ વિચારવાનુ શરુ કરી દીધુ છે કે કોરોના ખતમ થઈ ગયો છે અને આપણે માસ્ક પહેરવાની જરુર નથી.હકીકત એવી નથી.હાલમાં પણ લોકોએ કોરોનાની ગાઈડ લાઈન પર સખ્ત અમલ કરવાની જરુર છે.

    Read About Weather here

    તેમણે આગળ કહૃાુ હતુ કે, હવે મોટી સંખ્યામાં લોકો કેટલીક જગ્યાઓ પર ભેગા થવા માંડ્યા છે.આ સ્થિતિમાં જો કોઈ એક વ્યક્તિ પણ કરોના પોઝિટિવ હોય તો તે બીજા બહુ લોકોને પ્રભાવિત કરી શકે છે.આપણે જોયુ છે કે, કેટલાક રાજ્યોમાં કરોનાના કેસ અચાનક જ વધી ગયા છે.આપણે સમજવાની જરુર છે કે વેક્સીન એક હથિયાર છે પણ તેનો પ્રભાવ વધારવા માટે મોટી સંખ્યામાં લોકોને વેક્સીનેટ કરવાની જરુર છે અને હજી આપણે આ સ્થિતિ પર પહોંચ્યા નથી.જ્યાં સુધી વેક્સીન લેનારા લોકોની સંખ્યા વધે નહીં ત્યાં સુધી તકેદારી રાખવી બહુ જરુરી છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here