કોરોના કાળ દરમ્‍યાન ડોકટરે કરેલ ફરીયાદમાં આરોપીનો છુટકારો

કોરોના કાળ દરમ્‍યાન ડોકટરે કરેલ ફરીયાદમાં આરોપીનો છુટકારો
કોરોના કાળ દરમ્‍યાન ડોકટરે કરેલ ફરીયાદમાં આરોપીનો છુટકારો

કોરોના કાળ વખતે પોરબંદરમાં જીલ્લા કલેકટર તરીકે શ્રી મોદી રહેલા હોય અને તે વખતે થતી ચર્ચાઓ મુજબ પોરબંદર જીલ્લામાં કોરોના આંકડા ઓછા દર્શાવવા માટે સતત પ્રયત્‍ન કરવામાં આવતો હોય અને આંકડા પણ ખોટા જાહેર કરવામાં આવતા હોય તે વખતે સરકારશ્રીમાં પી.એચ. સી.સેન્‍ટરમાં ટેમ્‍પરરી કર્મચારી તરીકે કામ કરતા લીલાભાઇ રણમલભાઇ કારાવદરા સામે જે તે વખતના ડોકટર ચાંદનીબેન જેન્‍તીભાઇ દેપાણી દ્વારા એવા મતલબની ફરીયાદ કરેલી હતી કે તેની નીચે કામ કરતા લીલાભાઇ રણમલભાઇ કારાવદરા દ્વારા ફરજ દરમ્‍યાન પોરબંદરમાં કોરોના સંબંધે અન્‍ય વ્‍યકિતઓના રીપોર્ટ કરવા માટે બ્‍લડ સેમ્‍પલ લીધેલા હોય તે સંબંધે કમલાબાગ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ લખાવેલી હતી. તેમાં પોલીસે ચાર્જશીટ કરેલુ હતું. તે સંબંધેનો કેસ પોરબંદરના એડીશ્નલ ચીફ જયુડી. મેજી. શ્રી પંડયાની કોર્ટમાં ચાલી જતા અને તેમાં આરોપીના એડવોકેટ ભરતભાઇ લાખાણી દ્વારા અલગ અલગ સાક્ષીઓની ઉલટ તપાસમાં પોલીસે કોઇ નિવેદન લીધેલા જ ન હોવાનું કબુલ રાખેલુ હોય અને તે રીતે ખરેખર કોરોનાના આંકડા ઓછા દર્શાવવા માટે હાલના આરોપી સામે ખોટી ફરીયાદ કરી અને પોલીસે પણ ખોટુ ચાર્જશીટ કરેલ હોવાનું એડવોકેટે તેની દલીલમાં જણાવતા અને કોર્ટ દ્વારા પોલીસ ચાર્જશીટ તથા રેકર્ડ ઉપરની જુબાનીઓ તથા એડવોકેટની દલીલ ધ્‍યાને રાખી આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

 આ કામમાં આરોપી વતી પોરબંદરના એડવોકેટ શ્રી દિપકભાઇ બી.લાખાણી, ભરતભાઇ બી.લાખાણી, હેમાંગ ડી.લાખાણી, અનિલ ડી.સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્‍દ્ર પાલા, નવઘણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, માહી પુરોહીત રોકાયેલા હતા.