કેરી રસિકોની આતૂરતાનો અંત, આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીની આજથી હરાજી

કેરી રસિકોની આતૂરતાનો અંત, આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીની આજથી હરાજી
કેરી રસિકોની આતૂરતાનો અંત, આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીની આજથી હરાજી

ઉનાળાની રાહ લોકો આતુરતાથી જોતા હોય છે. જેનું એક માત્ર કારણે કેરી છે. ત્યારે કેરી રસિકોની આતૂરતાનો અંત આવ્યો છે. ગીર સોમનાથના તાલાલા યાર્ડમાં કેસર કેરીની આજથી હરાજી થઈ છે. કેસર કેરની નિકાસનો પ્રારંભ આ વખતે 18 દિવસ મોડો થયો છે.

તાલાલા યાર્ડમાં ગત વર્ષે કેસરના 11.13 લાખ બોક્સની આવક થઈ હતી. આ વર્ષે ફક્ત 4.50 લાખ બોક્સની આવકની ધારણા છે. ગ્લોબલ વોર્મિંગ અને વિપરીત હવામાનની કેરીના પાક પર અસર જોવા મળી છે. કેરીનો 60 ટકા પાક નિષફળ ગયો હોવાનો ખેડૂતોનો દાવો છે. બીજી તરફ બજારમાં મળતી  હાફૂસ કેરીનો પ્રતિમણ ભાવ 1હજાર 970 જ્યારે દેશી કેરીનો બારસો રૂપિયાની આસપાસ હોવાનું સામે આવી રહ્યુ છે.